સુરતમાં (Surat) મહિલા દ્વારા જ મહિલા સશક્તિકરણનું (Women Empowerment) ઉમદા ઉદાહરણ સામે આવ્યું છે. કાજલ ત્રિવેદી (Kajal trivedi) ઊંચા પગારની ખાનગી કંપનીની નોકરી છોડી મહિલાઓને રોજગારી (employment) અપાવવાનું કામ કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી 50 હજાર કરતા વધુ બાળકીઓને 1 લાખથી વધુ સેનેટરી પેડ અને 1 લાખ હજાર જેટલા નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરી મહિલાઓને આત્મનિર્ભર કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યાં છે. કાજલબેન પોતાના ઉમદા કાર્ય થકી આત્મનિર્ભર કરવાની કામગિરી કરીને સમાજને એક અલગ રાહ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
દેશના વડાપ્રધાન ને આત્મનિર્ભર વાત કરે છે ત્યારે તેમની પ્રેરણાથી કેટલાક લોકો આત્મનિર્ભર થઇને પોતે સમાજમાં રહેલા લોકોનો આત્મનિર્ભર કરવા માટે પ્રેરણા આપવાનું કામ કરે છે. ત્યારે આમાંની એક મહિલા છે કાજલ ત્રિવેદી જે ઊંચા પગારની ખાનગી કંપનીની નોકરી છોડી મહિલાઓને રોજગારી અપાવવાનું કામ કરી રહ્યાં છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી મહિલાઓને રોજગારી અપાવવાનું કામ તો કરી રહ્યા છે સાથે સાથે મહિલાઓને આત્મનિર્ભર ભારત હેઠળ ગ્રુમિંગ કરવું, ટ્રેનિંગ આપવી, કંપની સાથે જોડવામાં તેમને મદદ કરવી એ રીતે કાર્યરત છે.
કાજલબેનનાં જણાવ્યા પ્રમાણે, સુરતની આજુબાજુના ગામમાં જઈ મહિલાઓને રોજગારી મળે તે માટે વિવિધ રીતે પ્રયાસ કરું છું. જેના માટે મહિલા ગૃહ ઉદ્યોગ નામે સંસ્થા શરૂ કરી છે. આ રીતે અત્યાર સુધી 500 બહેનોને રોજગારી અપાવી છે. જેના માટે ખાખરા- પાપડની ફેકટરી શરૂ કરી. જેમાં મુખ્યત્વે અદિવાસી મહિલાઓ કામ કરે છે.જોકે આ સાથે આદિવાસી વિસ્તારમાં આ કામ કરીને જે આવક થયા છે તેમાંથી આદિવાસી મહિલાઓની તરુણ પુત્રીઓને સેનેટરી નેપકીન અને નોટબુકનું વિતરણ કરું છું.
તેઓ આગળ જણાવે છે કે, જેલની બહેનોની પણ ટ્રેનિંગ આપીને અને જેલમાં બેસીને જ તેમને રોજગાર મળી રહે તેનો પ્રયાસ કરું છું. સાથે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમો કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરું છું. મહિલાઓ માટે એક મેગા સ્ટોર શરૂ કરીશ. જેમાં ફક્ત સખી મંડળની બહેનો કામ કરશે. આ સ્ટોર ફક્ત મહિલાઓ માટે જ હશે. સ્ટોરમાં કામ કરતી મહિલાઓને તો રોજગારી મળશે જ પરંતુ આજુબાજુના ગામની મહિલાઓ પણ ત્યાંથી કોઈપણ વસ્તુ ખરીદીને પોતાના ગામમાં વેચીને રોજગારી મેળવી શકશે.
જયારે કાજલ બહેન આદિવાસી વિસ્તરમાં આ કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે, આ વિસ્તરમાં આદિવાસી વિસ્તારની ગરીબ બાળકીઓ પાસે સેનેટરી પેડ્સ માટે પણ રૂપિયા ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાતી હતી. મહિલાઓને સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનું અને સેનેટરી નેપકીન મફત મળી રહે તે માટેનું કાર્ય કરવાનું નક્કી કર્યું હતું. પ્રથમ વખત સેમિનારમાં ફક્ત 3 મહિલાઓ આવી હતી. આજે લોકો જાતે મારો સંપર્ક કરીને મને સેમિનાર માટે બોલાવે છે. આત્મનિર્ભર કરવાની કામગીરીને લઈએ કાજલ બહેન હાલ ચર્ચામાં પણ છે અને તેમના આ કામને લોકો બિરદાવી રહ્યા છે. ખરા અર્થમાં પોતે આત્મનિર્ભર બનીને મહિલાઓને આત્મનિર્ભર થવાની પ્રેરણા આપી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..