એક સમયે મજૂરી કરનાર મહિલાઓ આજે દુનિયાભરની મહિલાઓ માટે બની મિસાલ, સોલર લેમ્પ બનાવીને ચલાવે છે ગુજરાન

રાંચીના ઓરમાંઝી વિસ્તારની 15 મહિલાઓ દુનિયાભરની મહિલાઓ માટે મિસાલ બની છે. આ મહિલાઓ પહેલાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, હવે મહિલાઓ સોલર લાઈટ બનાવે છે. તેને લીધે તમામ મહિલાઓની જીવનશૈલીમાં સુધારો આવ્યો છે. ઓરમાંઝીના ‘મોડલ ટ્રેનિંગ સેન્ટર’માં સેલ્ફ હેલ્પ ગ્રૂપની મદદથી મહિલાઓ મજૂરી છોડીને સોલર લાઈટ બનાવવાનું કામ કરે છે.

ટાટા સ્ટીલ કંપનીનો 20 હજાર સોલર લેમ્પનો ઓર્ડર

આ મહેનતુ મહિલાઓના સમૂહને 30 હજાર સોલર લાઈટ બનાવવા માટેનો ઓર્ડર 2 કંપની દ્વારા મળ્યો છે. તેમાંથી 20 હજાર સોલર લાઈટનો ઓર્ડર ટાટા સ્ટીલ કંપનીનો છે. જોકે તેનો MOU (મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) કરવાનો હજુ બાકી છે. સ્થાનિક તંત્ર દ્વારા આ કામ સંભવ બન્યું છે. એક સોલર લેમ્પ બનાવવા માટે 95 રૂપિયાનો ખર્ચ થાય છે અને તેને બજારમાં 120 રૂપિયામાં વેચવામાં આવે છે. આ સોલર લેમ્પ બનાવવા માટે LED બલ્બ, સોલર પ્લેટ અને બોડી હૈદરાબાદથી મંગાવવામાં આવે છે. કેપેસિટર, ટ્રાન્ઝિસ્ટર અને રેઝિસ્ટર્સ દિલ્હીથી મંગાવવામાં આવે છે. આ મહિલાઓ જે મજૂરી કરવા માટે એક સમયે મજબૂર બની હતી તેઓ આજે સોલર લેમ્પનાં ટ્રાન્સફોર્મર પોતાના હાથથી જ બનાવે છે.

અત્યાર સુધીમાં 15 મહિલાઓ 2000 સોલર લેમ્પ બનાવી ચૂકી છે . એક સોલર લાઈટ બનાવવામાં 95 રૂપિયાનો ખર્ચ, બજારમાં તેની કિંમત 120 રૂપિયા

લેમ્પની 6 મહિનાની ગેરેન્ટી 

આ સોલર લેમ્પ જો ઊંચાઇએથી પટકાય તો પણ તૂટી જતો નથી. લેમ્પને વોટરપ્રૂફ પણ બનાવવામાં આવ્યો છે. મહિલાઓને ટ્રેનિંગ આપતા શ્યામ પ્રજાપતિ જણાવે છે કે, ‘જો કોઈ વ્યક્તિ લેમ્પનો ઉપયોગ પાણીમાં કરશે તો પણ તે કાર્યરત રહેશે અને તેની 6 મહિનાની ગેરન્ટી પણ આપવામાં આવે છે. લેમ્પની બેઝ પ્લેટ પર સોલર પેનલ લાગેલી છે. લેમ્પને ચાર્જ કરવા માટે તેને પલટાવીને કોઈક બોટલમાં રાખી શકાય છે. આ મહિલાઓ 45 મિનિટમાં એક લેમ્પ બનાવીને દિવસના 400 રૂપિયા કમાય છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો