શું ભારતમાં સાડી પહેરવી ગુનો છે? દિલ્હીની રેસ્ટોરન્ટમાં સાડી પહેરીને આવેલી મહિલાને ઘૂસવાની જ ના પાડી દીધી, વીડિયો વાયરલ

એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં પ્રવેશતા રોકવામાં આવી છે. કારણ કે તેણે ભારતીય પરંપરાગત ડ્રેસ સાડી પહેરી હતી. આ ઘટના ઓગસ્ટ ક્રાંતિ માર્ગ પર સ્થિત એક્વિલા દિલ્હી નામની રેસ્ટોરન્ટમાં બની હતી. જ્યાં સ્ટાફે એક મહિલાને સાડી પહેરી હોવાને કારણે રેસ્ટોરન્ટમાં પ્રવેશતા અટકાવી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં એક મહિલા રેસ્ટોરન્ટ સ્ટાફને ડ્રેસ કોડના નિયમ વિશે પૂછે છે અને તેને લેખિતમાં જોવાની માંગ કરે છે. મહિલાએ કહ્યું ‘મને બતાવો કે સાડીને મંજૂરી નથી’. જવાબમાં એક મહિલા સ્ટાફે કહ્યું, ‘મેડમ, અમે ફક્ત સ્માર્ટ કેઝ્યુઅલ્સને જ મંજૂરી આપીએ છીએ સાડી સ્માર્ટ કેઝ્યુઅલ્સ હેઠળ આવતી નથી.’

વીડિયો શેર કરતાં ટ્વિટર યુઝર અનિતા ચૌધરીએ લખ્યું, ‘એક્વિલા રેસ્ટોરન્ટમાં સાડીની મંજૂરી નથી કારણ કે ભારતીય સાડી હવે સ્માર્ટ આઉટફિટ નથી. સ્માર્ટ સરંજામની નક્કર વ્યાખ્યા શું છે કૃપા કરીને મને કહો. કૃપા કરીને સ્માર્ટ સરંજામ વ્યાખ્યાયિત કરો જેથી હું સાડી પહેરવાનું બંધ કરું. આ કેપ્શન સાથે તેમણે ઘણા મંત્રીઓને પણ ટેગ કર્યા છે.

રેસ્ટોરન્ટ દ્વારા બનાવવામાં આવેલી ડ્રેસ કોડ પોલિસીને નેટિઝન્સ દ્વારા નિંદા કરવામાં આવી હતી. નારાજ લોકોએ આ નીતિને સરમુખત્યારશાહી ગણાવી હતી. એટલું જ નહીં રેસ્ટોરન્ટની નીતિને ‘ભેદભાવપૂર્ણ’ કહેવામાં આવી હતી. ટ્વિટર યુઝર શેફાલી વૈદ્યે લખ્યું, ‘કોણ નક્કી કરે છે કે સાડી’ સ્માર્ટ વસ્ત્રો ‘નથી ? મેં યુએસ, યુએઈ તેમજ યુકેની શ્રેષ્ઠ રેસ્ટોરન્ટમાં સાડી પહેરી છે. કોઈએ મને અટકાવી નથી અને કેટલીક એક્વિલા રેસ્ટોરન્ટ્સ ભારતમાં ડ્રેસ કોડ સેટ કરે છે અને નક્કી કરે છે કે સાડી ‘સ્માર્ટ આઉટફિટ’ નથી? બહુ વિચિત્ર વાત છે યાર.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે રેસ્ટોરન્ટમાં કામ કરનારી મહિલાકર્મીને કહે છે કે મને બતાવો કે ક્યાં લખ્યું છે કે સાડી અલાઉડ નથી. તેના જવાબમાં તે કહે છે કે અમે તમને સ્માર્ટ કેજુઅલ અલાઉ કરી રહ્યા છે અને સાડી પહેરી અંદર જવા માટે પરવાનગી નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો