માતા ફોન પર વાતો કરવામાં વ્યસ્ત હતી અને બાળક ચોથા માળની બાલ્કની પરથી પડ્યું અને પછી..

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયુ વેગે વાયરલ થયો છે. કહેવાય છે કે આ વીડિયો ચીનનો છે. માતા લિફ્ટમાંથી પોતાના નાનકડા બાળક સાથે બહાર નીકળે છે. માતા ફોન કરવામાં વ્યસ્ત હોય છે અને બાળક બાલકનીમાંથી કંઇક જોવા માટે એટલો ઉત્સુક હોય છે કે પહેલાં તો ઘૂંટણિયે બેસી જાય છે અને પછી અચાનક જ તે બાલ્કનીની ગ્રીલમાંથી જોવા નીચે વળે છે તો રીતસરનો પડી જાય છે પરંતુ આ જ સમયે માતા જે રીતે પોતાના બાળકને બચાવા નમે છે તેનો આ વીડિયો જોઇ તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે..

વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે અને મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલા લિફ્ટમાંથી ઉતરીને એક કનસ્ટ્રક્શન ઓફિસ પર પહોંચે છે જે ચોથા માળ પર આવેલી છે, અને ઓફિસની અંદર જતા પહેલા તે બહાર ઉભી રહીને ફોન પર વાત કરે છે. આ દરમિયાન તેનું બાળક સીડીની રેલિંગ પાસે પહોંચે છે અને તે કશું પકડવા માટે જાય અને સીધો નીચે પડે છે.

આ દરમિયાન પોતાના બાળક પર સતત ધ્યાન રાખતી મા એક્ટિવ થઈ જાય છે અને ગજબની સ્ફૂર્તિ બતાવીને તે સીડી પાસે કૂદી જાય છે આ દરમિયાન મહિલાની સાથે લિફ્ટમાં આવેલો એક વ્યક્તિ મદદ માટે તાત્કાલિક નીચેના ફ્લોર પર પહોંચે છે. પણ મહિલાએ પોતાના બાળક માટે જે સ્ફૂર્તિ બતાવી તેના કારણે તેને કોઈની મદદની જરુર ના પડી. કારણ કે બાળક જેવું નીચે સરક્યું તે બાળકની એડીનો ભાગ પકડી લીધો હતો. આ પછી આજ ફ્લોર પર રહેલી ઓફિસમાં અન્ય કર્મચારીઓ દોડી આવે છે અને મહિલાની મદદ કરીને બાળકને ઉપર લાગે છે. આ ઘટનાની જાણ થતાં માતાની સાથે ત્યાં હાજર લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય છે પણ જ્યારે તે બાળકને ઉપર લાવે છે ત્યારે બધાનો જીવમાં જીવ આવતો વીડિયો દેખાય છે. આ ઘટના ચીનમાં બની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે, આ અંગે કોઈ એજન્સી દ્વારા ખુલાસો થયો નથી. જુઓ વીડિયો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો