બાળકીઓ પ્રત્યે ખાસ લાગણી ધરાવતી લંડનની NRI મહિલાએ આણંદની કન્યા શાળાને દત્તક લીધી છે. મહિલાએ બાળાઓને ચેસની કીટની ભેટ આપી છે તેમજ ભવિષ્યમાં બાળાઓને સ્માર્ટ તેમજ શિક્ષિત બનાવવા માટે મદદરૂપ થશે. મહિલા 20 દિવસ માટે આ બાળાઓ સાથે રહેશે અને તેમને ચેસ તેમજ અલગ-અલગ એક્ટિવિટીની ટ્રેનિંગ આપશે.
શાળાની શિક્ષિકાએ ફેસબુક દ્વારા NRI મહિલાનો સંપર્ક કર્યો હતો
મૂળ હરિયાણાની અને વર્ષોથી લંડનમાં રહેતી અનુરાધા બેનીવાલ ચેસ એકેડેમી ચલાવે છે. આણંદની ચિખોદરા કન્યા શાળાની શિક્ષિકાએ ફેસબુક મારતફે NRI મહિલાનો સંપર્ક કર્યો હતો અને તેમની સાથે ચેટિંગ દ્વારા પોતાની શાળાની બાળાઓને ચેસ સહિતની એકટિવિટીમાં રસ હોવાનું જણાવ્યું હતું. શિક્ષિકાની વાત સાંભળી NRI મહિલાએ બાળા માટે કઇક ખાસ કરવાનું નક્કી કર્યું હતું.
આણંદ આવી 15 દિવસ સુધી બાળાઓને ચેસ રમવાની પ્રેક્ટિસ કરાવી હતી
અનુરાધા 8 જાન્યુઆરીના રોજ આણંદ સ્થિત ચિખોદરા કન્યા શાળાની મુલાકાતે આવ્યા હતા. બાળાઓની ચેસ પ્રત્યે રુચિ હોવાની જાણ થતા તેઓએ 15 દિવસ સુધી દરરોજ બાળકોને ચેસ રમવાની પ્રેક્ટિસ કરાવી હતી. તે સમય સુધી અનુરાધા શિક્ષિકાના મહેમાન બની તેમન ઘરે રોકાયા હતા. તેઓ દરરોજ એક કલાક શાળામાં જઇ બાળાઓને ચેસની પ્રેક્ટિસ કરાવતા હતા.
કોમ્પિટિશનના વિનર ચેસ કીટ સહિતની ભેટ અપાઇ
10 દિવસની પ્રેક્ટિસ બાદ મોટાભાગની બાળાઓ ચેસ રમતા શીખી ગઇ હતી. જેથી અનુધારાએ બાળાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને 22 જાન્યુઆરીના રોજ ચેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમ્પિટિશનમાં 4 બાળાઓ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આવી હતી. વિજેતા બનેલી તમામ બાળાઓને રોકડ તેમજ ચેસ કીટની ભેટ આપવામાં આવી હતી.
દર વર્ષે અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવશે: પ્રિન્સિપાલ
રમત-ગમતમાં બાળકોનો ઉત્સાહ જોઇ શાળાના શિક્ષિકો તેમજ પ્રિન્સિપાલ પણ ખુશ થયા હતા. તેમજ અનુરાધા બેનીવાલનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું કે, બાળાઓની બુદ્ધિ કૌશલ્યમાં વિકાસ થાય તે માટે દર વર્ષે અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..