પાટણ જિલ્લાના રાધનપુરથી સાંતલપુર સુધીનો હાઇવે બિસ્માર બન્યો છે, જેને લઈ હાઇવે ઉપર અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે શુક્રવારે રસ્તા પર ખાડાને કારણે એક મહિલા બાઈક પરથી પટકાઈ હતી, જેથી તેનું મોત થયું હતું. ત્યારે આ અકસ્માતના લઈ મહિલાના પતિ પાલાભાઈ મોહનભાઈએ વારાહી પોલીસ સ્ટેશનમાં હાઈવે ઓથોરિટી પર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઓચિંતો મોટો ખાડો આવતાં બાઈક ખાડામાં પડ્યું
પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું અને મારી પત્ની GJ24AD2441 બાઈક લઈ વારાહી જતાં હતાં. આ દરમિયાન સાંજના ચારેક વાગ્યે સાદપુરા ગામના પાટિયા નજીક રોડ ઉપર પસાર થતાં હતાં. ત્યારે આગળ એક ટ્રક જતી હતી અને અમે પાછળ જઈ રહ્યાં હતાં, તેવામાં રોડ ઉપર ઓચિંતો મોટો ખાડો આવતાં મારી બાઈક ખાડામાં પડી ગઈ હતી. જેથી અકસ્માત થયો હતો. એમાં બાઈક પર પાછળ બેઠેલી મારી પત્ની રતનબેન મકવાણાને માંથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે CHC વારાહી ખાતે દાખલ કર્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમ મોત થયું હતું. જેથી નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીની બેદરકારીને કારણે રોડ ઉપરનો ખાડો પુરાવ્યો ન હોવાથી આ ઘટના બની છે, જેથી ફરિયાદ કરી છે.
બિસ્માર રોડ ઝડપથી રિપેર થાય એવી માગ
એક બાજુ, માર્ગમકાનમંત્રી બિસ્માર રોડના ફોટો મગાવી માર્ગ રિપેર કરવાની વાતો કરી રહ્યા છે, ત્યારે આવા ખાડાવાળા બિસ્માર રોડ ઝડપથી રિપેર થાય એવી લોકોએ માગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..