અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ મનીષાબા વાઘેલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મનીષા બેને ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના ઘરે આ પગલું ભર્યું છે. આ મામલે જાણ બાદ બન્ને પોલીસ સ્ટેશનના સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને લાશને પોસ્ટ માર્ટમ માટે મોકલી દીધી છે. હાલ તો કોઈ સુસાઈડ નોટ (Suicide note)મળી આવેલ નથી પરંતુ પોલીસે મનીષા બેનનો મોબાઈલ કબ્જે કરીને fsl ખાતે મોકલી આપ્યો છે. જેમાં અન્ય ખુલાસાઓ સામે આવી શકે તેમ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલાએ 1-2 દિવસ પહેલા આત્મહત્યા કરી હોઇ શકે છે કારણ કે લાશની અસહ્ય દુગઁધ મારતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે મહિલા છેલ્લા 3 વર્ષથી મણિનગરમાં ફરજ બજાવી રહ્યા હતા અને છેલ્લા 16-17 વર્ષનો લગ્ન ગાળો હોવાની વાત સામે આવી છે. કારણ કે તેમના એક પુત્ર છે અને જેની 15 વર્ષની ઉંમર હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થયા બાદ મહિલાના પતિને પોલીસે બોલાવી તપાસ શરૂ કરી તો ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી છે.
મહિલાના પતિએ જણાવ્યું કે છેલ્લા 4 વર્ષથી બન્ને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને એના કરતાં બીજી ગંભીર વાત એ સામે આવી કે મરનારના પતિએ જણાવ્યું કે મનીષાએ તેને ફોન કરવાની ના પાડી દીધી હતી અને તેનો ફોન પણ ઉપાડતા ના હતા. જેથી પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અનેક ખુલાસાઓ સામે આવી શકે છે.
થોડા દિવસો પહેલા વડોદરા શહેરના (Vadodara)ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આત્મહત્યાની (Suicide)ઘટના સામે આવી છે. ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલ શાંતનું એપાર્ટમેન્ટમાં રહેતા બે જોડિયા ભાઈઓએ અગમ્ય કારણોસર આપઘાત (Suicide news)કરી લીધો હતો. જેમાં એકનું મૃત્યુ થયું હતું. ગાળિયો છૂટી જતાં બીજા ભાઈનો બચાવ થયો છે. બન્ને ભાઈઓ NEETની પરીક્ષાની (NEET Exam)તૈયારી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..