સુરત શહેરના (Surat)અડાજણ (Adajan)વિસ્તારમાં જ્વેલરી ડિઝાઇનર મહિલા ઘરમાંથી ફાંસો (Women Suicide)ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસ દોડતી થઇ છે. ત્રણ દિવસથી ફલેટમાંથી દુર્ગંધ આવતા રહીશોએ પોલીસ (Police)અને ફાયરને (Fire)જાણ કરી હતી. ત્યારબાદ ફાયર વિભાગે દરવાજા તોડી ફલેટમાં પ્રવેશ કરતાં જ મહિલા પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે મહિલાના પૂર્વ પતિને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અડાજણ જલારામ બાપાના મંદીરની સામે રિદ્ધી રેસિડેન્સીના ફલેટ નંબર- 305માં 33 વર્ષીય જયોતિબેન ગોપાલદાસ છેલ્લાં ચાર વર્ષથી એકલા રહેતા હતા અને જવેલરી ડિઝાઇનરનું કામ કરતા હતા. બુધવારે ફલેટમાંથી દુર્ગંધ આવતા રહીશોએ પોલીસ અને ફાયરને જાણ કરી હતી. પોલીસ કાફલો અને ફાયરના જવાનો દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડે દરવાજા તોડી પ્રવેશ કરતા બેડરૂમ માંથી જ્યોતિબેન પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ફાયર વિભાગે જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલમાંથી ફોન આવ્યા બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે ગઈ હતી. અડાજણ જલારામ બાપાના મંદિરની પાસે રિદ્ધિ રેસિડેન્સીના ફ્લેટ નંબર 305માં દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો. બેડરૂમમાં એક મહિલા દુપટ્ટાને પંખા સાથે બાંધી લટકતી હાલતમાં મળી આવી હતી. લગભગ ત્રણ દિવસ જૂનો મૃતદેહ હોવાથી ખૂબ જ દુર્ગંધ મારતી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, જ્યોતિબેનના લગ્ન લગભગ 2005માં થયા હોવાનું અને 2017માં છૂટાછેડા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પતિથી અલગ થયા બાદ જ્યોતિબેન જ્વેલરી ડિઝાઇનનું કામ કરતા હતા. જ્યોતિબેન 4 વર્ષથી એકલાં જ રહેતાં હોવાનું બહાર આવ્યું છે. પાડોશીઓનું કહેવું છે કે જ્યોતિબેન નિઃસંતાન હતા. જ્યોતિબેનના આપઘાતને લઈ તેમના પૂર્વ પતિને જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે.
સુરતમાં વિદ્યાર્થિનીએ પોતાના જ અપહરણનું રચ્યું નાટક : ચોકાવનારું કારણ આવ્યું સામે
સુરતમાં એક વિદ્યાર્થીનીએ પરીક્ષા હોવાથી પોતે જ અપહરણનું નાટક રચીને ઘરેથી નિકળી ગઇ હતી. જો કે આ પહેલા કિશોરીને રીક્ષા ચાલક ઉપાડીને સ્ટેશન તરફ લઈ ગયો હોવાનું ઓડિયો મેસેજ વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પરંતુ કિશોરી મળ્યા બાદ તેને અંગ્રેજીની પરીક્ષા ન આપવી હોવાથી કિશોરીએ પોતાના જ અપહરણનું નાટક રચી ઓડિયો વાઇરલ કર્યો હોવાનુ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..