રાજકોટની મહિલાનો ગૌપ્રેમ: ઘરને ગૌશાળા બનાવી પોતે પરિવાર સાથે બીજે રહેવા જતા રહ્યા; દંપતી 23 વર્ષથી ગાયોની સેવા કરી મહિને 50 હજારનો ખર્ચ કરે છે

રાજકોટમાં રહેતા પુષ્પાબેન સુરેશભાઈ પટેલ છેલ્લા 23 વર્ષથી ગાયોની સેવા કરે છે. ગાયોને આશરો આપી શકાય તે માટે પુષ્પાબેન પોતાના પરિવાર સાથે બીજે રહેવા ચાલ્યા ગયા છે. પોતે જ્યાં રહેતા હતા ત્યાં ગૌશાળા બનાવી દીધી. હાલ અત્યારે આ ગૌશાળામાં કુલ 50થી વધુ ગાય અને અબોલ જીવોની સેવા એકલા હાથે કરે છે.

પુષ્પાબેનને આ સેવાકીય કામગીરીમાં તેના પતિ પણ તેને હોંશે હોંશે મદદ કરે છે. તેને પોતાની મરણપૂંજી પણ વાપરી નાખી છે. દર મહિને રૂ.50 હજારનો ખર્ચ તેઓ એકલા હાથે જ ઉપાડે છે. પુષ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, આજથી 23 વર્ષ પહેલા તેઓ પોતાના ઘર પાસે આવતી એક વાછરડાને રોટલી ખવડાવતા હતા.

ત્યારબાદ તેની માતા અને વાછરડું નિયમિત તેના ઘરે આવતા હતા, પરંતુ એક દિવસ બેમાંથી એકેય નહિ આવતા પરિવારજનોને તેની ચિંતા થઈ અને તેઓ શોધવા નીકળ્યા, તો જાણવા મળ્યું કે ગાયને કોઈ અજાણ્યા વાહને ઠોકર મારતા તેના પગમાં ઈજા થઈ છે.​​​​​​​ ઈયળ પણ થઈ ગઈ હતી. ત્યારબાદ તેઓ ગાયને પોતાના ઘરે લાવ્યા અને સેવાચાકરી કરી. ત્યારબાદ તેના માલિકને ગાય પરત કરી, તો ગાય તેના માલિકનું ઘર છોડીને તેના ઘરે પહોંચી જતી હતી. પછી તેને પોતાના ઘર પાસે આશરો આપ્યો. આમ ધીમે- ધીમે એક પછી એક ગાયની સંખ્યા વધતી ગઈ.

કેટલાક કિસ્સામાં તો એવું થયું કે કોઈ રખડતા ઢોર તો કોઈ ઢોર-ઢાંખરના માલિક વાછરડા મૂકી ગયા છે. અત્યારે જ્યાં ગાયોને આશરો આપ્યો છે તે જગ્યા જો ભાડે આપવામાં આવે તો તેને દર મહિને રૂ. 2 લાખનું ભાડું પણ મળે એમ છે. આમ છતાં લાખો રૂપિયાની કમાણી જતી કરીને તેને ગાયોને આશરો આપ્યો છે અને આજીવન સેવા કરશે. ગાયોને દૈનિક 35 મણ નીરણની જરૂર પડે છે. નીરણ લેવા, તેને રિક્ષામાંથી ઉતારવું, વાસીદું કરવા સહિતની કામગીરી તેઓ એકલા હાથે કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો