શિયાળામાં ઘણી વસ્તુઓ એવી હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જેમાંથી કેટલીક વસ્તુઓ એવી છે જેને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો જબરદસ્ત ફાયદા મળે છે. આ વસ્તુઓ સવારે ખાલી પેટ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. બ્રેકફાસ્ટમાં પ્રોટીન અને પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી અહીં જણાવેલા ફૂડ્સ તમે શિયાળામાં સવારે ખાશો તો અનેક બીમારીઓથી તમારા શરીરને રક્ષણ મળશે. શિયાળામાં ગરમ વસ્તુઓ ખાવાથી શરીરમાં ગરમાનો જળવાઈ રહે છે. આ સીઝનમાં પેટ સંબંધી સમસ્યાઓ પણ વધી જાય છે અને ઓવરઈટિંગ થવાને કારણે વજન પણ વધી જાય છે. તો ડાયટમાં આ વસ્તુઓ અવશ્ય સામેલ કરી લો.
આ વસ્તુઓ ખાવાથી રોગો પાસે નહીં આવે
બદામ
શિયાળામાં રોજ રાતે 5-8 બદામ પલાળીને સવારે તેને છોલીને ખાલી પેટ ખાઈ લો. પલાળેલી બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. બદામમાં મેગનીઝ, વિટામિન ઈ, પ્રોટીન, ફાઈબર, ઓમેગા-3 અને ઓમેગા-6 હોય છે. જે સ્વાસ્થ્યા માટે ખૂબ જ લાભકારી છે.
અખરોટ
અખરોટ સ્વાસ્થ્ય અને મગજ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ મેમરી વધારવાાં મદદ કરે છે. બદામની જેમ જ અખરોટને પણ રાતે પાણીમાં પલાળીને સવારે ખાવાથી તેના લાભ બમણાં થઈ જાય છે. સવારે પલાળેલાં અખરોટ ખાવાથી રોગો સામે રક્ષણ મળે છે.
ઓટ્સ
ઓટ્સને ખાલી પેટ ખાલાથી શરીરમાં એનર્જી બની રહે છે. શિયાળાની સીઝનમાં ઓટ્સ એક ખૂબ જ સારો બ્રેકફાસ્ટ છે. ઓટ્સમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે અને ગુણોથી ભરપૂર હોય છે. જો તમારે વજન ઓછું કરવું છે તો રોજ તેનું સેવન શરૂ કરી દો.
પપૈયુ
પપૈયું ઔષધીય ગુણોનો ખજાનો કહેવાય છે. તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તરીકે કામ કરે છે,પપૈયુ પેટ માટે વરદાન સમાન છે. સવારે ખાલી પેટ પપૈયું ખાવાથી પેટ સંબંધી અનેક સમસ્યાઓ દૂર થાય છે. પેટ સાફ આવે છે. કબજિયાતમાં રાહક મળે છે. પપૈયામાં રહેલા લેટેક્સને કારણે અમુક લોકોને પપૈયાથી એલર્જી થઈ શકે છે. કાચા પપૈયામાં લેટ્કસનું પ્રમાણ ઘણું વધારે હોય છે માટે કાચું પપૈયું વધારે નુકસાન કરી શકે છે. જેથી જે લોકોને પપૈયું ખાવાથી એલર્જી થાય છે તેમણે પપૈયાથી દૂર રહેવું જોઈએ.
મધ
મધમાં વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે, જે મેટાબોલિઝમને જાળવી રાખે છે. મધ ખાવાના એક નહીં પણ અનેક ફાયદા છે. શિયાળામાં સવારે નવશેકા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી શરીરને અનેક લાભ થાય છે. મધમાં ભરપૂર ઔષધીય ગુણો રહેલાં છે. જેથી તે શરીરની અનેક તકલીફોને દૂર કરવામાં મદદ કરે છે સાથે જ શરીરને હેલ્ધી પણ રાખે છે. મધમાં મિનરલ્સ, વિટામિન્સ, ફ્લેવોનોઈડ્સ અને એન્જાઈમ્સ હોય છે. આ બધાં જ તત્વો વજન ઓચું કરવામાં પણ મદદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..