વિંગ કમાન્ડર અભિનંદનનો જુસ્સો હજુ પણ અકબંધ, અધિકારીઓ સામે જ કહી દીધું કે…

પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું અને પછી 60 કલાક સુધી પાકિસ્તાનની કસ્ટડીમાં રહ્યા બાદ સ્વદેશ પરત આવેલા વિંગ કમાન્ડર અભિનંદનનો જ્જબા હજુ પણ એટલો જ યથાવત છે. પાકિસ્તાન કસ્ટડીમાં પણ અદમ્ય સાહસનો પરિચય આપ્યો અને લડાકુ વિમાનને તોડી પાડવાના લીધે દેશનો હીરો બનેલા અભિનંદન ફરીથી કોકપિટમાં પરત ફરવાની વાત કહી છે. વિંગ કમાન્ડરે એર ફોર્સના સિનિયર અધિકારીઓએ કહ્યું છે કે તેઓ કોકપિટમાં પાછા જવા માંગે છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

શરીરમાં નથી મળી પાકિસ્તાનની જાસૂસી ચિપ

આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનનું રવિવારના રોજ MRI સ્કેન કરાયું. તેના પરથી ખબર પડી છે કે પાકિસ્તાની કબ્જામાં રહ્યા બાદ તેમના શરીરમાં કોઇપણ પ્રકારની કોઇ જાસૂસી ચિપ કે બીજા ઉપકરણ (બગ) મળ્યા નથી. તેમને પાંસળીના ભાગમાં ઇજા પહોંચી છે. કહેવાય છે કે વિમાનમાંથી ઉતરવા દરમ્યાન આ ઇજા પહોંચી હતી. ત્યારબાદ પાકિસ્તાનીઓએ તેમની સાથે મારઝૂડ પણ કરી હતી. નિયમોની અંતર્ગત દુશ્મન દેશની કેદમાંથી આવેલા દરેક સિપાહીની ‘ડીબ્રીફિંગ’ એટલે કે કસ્ટડી દરમ્યાન માહિતી માટે પૂછપરચ્છ અને ‘બગ સ્કેનિંગ’ કરી શકાય છે.

IAF પાઈલટ અભિનંદનને કરોડરજ્જુ અને પાંસળીમાં ઇજા: કહ્યું- જલ્દી લડાકૂ વિમાન ઉડાવવા માંગુ છું

અભિનંદને અધિકારીઓને જણાવી પોતાની ઇચ્છા

વાયુસેનાના પાયલટ અભિનંદનની બે દિવસથી અહીં સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં સારવાર ચલાવી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે અભિનંદને વાયુસેનાના વરિષ્ઠ કમાન્ડરો અને સારવાર કરી રહેલા ડૉકટર્સને કહ્યું કે તેઓ તાત્કાલિક ફરી વિમાન ઉડાવાનું શરૂ કરવા માંગે છે. એક ટોપ સૈનિક ઓફિસરે કહ્યું કે એ જ કોશિષ રહેશે કે તેઓ ઝડપથી કોકપિટમાં પાછા આવી જાય.

અભિનંદનનું નકલી ટ્વિટર એકાઉન્ટ, ઈમરાન ખાનની પ્રશંસા

દેશની સલામતી કરતા પાકિસ્તાની એરફોર્સના ફાઈટર વિમાનને તોડી પાડનાર એરફોર્સના વિંગકમાન્ડર અભિનંદન વર્ધમાનના નામ પર કેટલાક અરાજક તત્વોએ નકલી ટ્વીટર એકાઉન્ટ બનાવી કાવતરું રચવાનો પ્રયાસ કર્યો છે. અભિનંદન વર્ધમાનના નામ પર બનેલા આ નકલી ટ્વીટ એકાઉન્ટ મારફત પાકિસ્તાનના પીએમ ઈમરાનની પ્રશંસાની પોસ્ટ કરાઈ છે,

જે વાયર થયા પછી હવે આઝમગઢ પોલીસ, સાઈબર સેલ અને ગુપ્તચર વિભાગ તેની તપાસ કરી રહ્યા છે. જણાવાય છે કે અભિનંદનના નામથી આ ટ્વીટર એકાઉન્ટ ફેબ્રુઆરીમાં જ બનાવાયું છે. શરૂઆતના દિવસોમાં જ આ ફેક એકાન્ટમાં 1400થી વધુ ફોલોઅર થઈ ગયા છે. વિભાગીય સૂત્રો મુજબ પ્રારંભિક તપાસમાં આતંકી કનેક્શનના કારણે સમાચારમાં ચમકનાર સંજરપુર ગામના એક યુવકનું નામ આ કેસમાં સંડોવાઈ રહ્યું છે. આઝમગઢ જિલ્લામાં સ્થિત સંજરપુર ગામ અને કેટલાક અન્ય ક્ષેત્રોના અનેક યુવાનો પર દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણીનો આરોપ લગાવાઈ ચૂક્યો છે.

પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યું હતું

બુધવારના રોજ તેઓ પાકિસ્તાની વાયુસેનાની સાથે હવાઇ સંઘર્ષ દરમ્યાન એફ-16 લડાકુ જેટને તોડી પાડનાર વાયુસેનાના પહેલાં પાયલટ બની ગયા હતા. આ ભીષણ સંઘર્ષ દરમ્યાન તેમના મિગ-21ને પણ તોડી પાડ્યું હતું અને તેમની પાકિસ્તાની સેના એ ધરપકડ કરી લીધી હતી. તેઓ શુક્રવારની રાત્રે પાછા ફર્યા હતા અને તેમના નાયકનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. અધિકારીઓએ કહ્યું કે હોસ્પિટલના ડૉકટર્સનું એક ગ્રૂપ તેમના સ્વાસ્થ્યની સ્થિતિની નજર રાખી રહ્યું છે. એક સૈન્ય અધિકારી એ કહ્યું કે એ કોશિષ છે કે તેઓ શીધ્ર કોકપિટમાં પાછા ફરે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો