12 માર્ચે વર્લ્ડ કિડની ડેની ઉજવણી કરવામાં આવે છે, કિડની દિવસ પહેલા જ કિડનીના દર્દથી પીડાતા પતિને પત્નીએ પોતાની બે કિડનીમાંથી એક કિડની આપીને જીવનદાન આપ્યું છે. વડોદરા શહેરના ઇલોરાપાર્ક ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં અત્યાધુનિક લેપ્રોસ્કોપિક ડોન નેફ્રેક્ટોમી દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે.
સતત 3 વર્ષ સુધી દિનેશભાઇએ ડાયાલિસિસ કરાવ્યું
વડોદરાના દિનેશભાઇ પટેલ(63) એક કિડની કામ કરતી બંધ થઇ ગઇ હતી. તેઓ સતત તાવ, શરદી, ખાંસી, ઉધરસ અને પેશાબ ઓછો આવવાની તકલિફથી પિડાતા હતા. તેઓ સતત 3 વર્ષ સુધી ડાયાલિસિસ કરાવીને દિવસો પસાર કરી રહ્યા હતા, ત્યારે તેઓએ ઇલોરાપાર્કમાં આવેલી હોસ્પિટલનો સંપર્ક કરતા હોસ્પિટલની નિષ્ણાંત તબીબી ટીમ દ્વારા તેમના પત્ની દક્ષાબહેનની(60)ની કીડની કાઢીને પતિ દિનેશભાઇ પટેલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે.
પતિની જિંદગી બચાવવા માટે પત્ની કિડની આપવા તૈયાર થયા
કિડની રોગ નિષ્ણાત ડો.મનિષ ડાભીએ જણાવ્યું કે, કિડનીની બીમારીથી પીડાતા દિનેશભાઇ પટેલ અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસ કરાવતા હતા. આ ઉપરાંત તેઓને હ્રદય રોગ, બી.પી., ડાયાબિટિસ, લોહીની નળીમાં કેલ્શિયમ જેમા થવાની પણ સમસ્યા હતી. આ બધી સમસ્યાઓના કારણે તબીબો માટે આ કેસ જટીલ હતો. પરંતુ યુરોલોજીસ્ટ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. હરેશ ઠુમ્મરે દર્દીનું નિદાન કરીને દિનેશભાઇને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. ડોક્ટરોની સલાહ બાદ દિનેશભાઇની પત્ની દક્ષાબહેન પટેલે જ પોતાના પતિની જિંદગી માટે પોતાની બે કિડની પૈકી એક કિડની આપવાની તૈયારી બતાવી હતી.
વડોદરામાં સૌપ્રથમ આધુનિક લેપ્રોસ્કોપીક ડોનર નેફ્રેક્ટોમી દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું
પત્નીએ કિડની આપવાની તૈયારી બતાવતા હોસ્પિટલની નિષ્ણાંત તબીબી ટીમ દ્વારા વડોદરામાં સૌપ્રથમ આધુનિક લેપ્રોસ્કોપીક ડોનર નેફ્રેક્ટોમી દ્વારા પત્નીની કિડની પતિમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..