રાજસ્થાનના અલવરમાં એક પિતા અને પત્નીએ પોતાની કામવાસમાં એટલા અંધ થઈ ગયા કે પોતાનું પાપ છૂપાવવા માટે સંબંધોની હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ શખસના તેની પુત્રવધૂ સાથે આડા સંબંધ હતા અને એ બંનેને કઢંગી હાલતમાં પુત્ર જોઈ જતાં બંનેએ મળીને તેની હત્યા કરી નાખી હતી. ગત 5 માર્ચે બનેલી આ ઘટનાનો ભેદ આજે પોલીસે ઉકેલી નાખ્યો છે અને હત્યા કરનારા મૃતકના પિતા અને મૃતકની પત્નીની ધરપકડ કરી લીધી છે.
અલવર જિલ્લાના બેહરોરમાં 5 માર્ચે એક વેપારીની હત્યા થઈ હતી. આ મામલે પોલીસે વેપારીના પિતા અને તેની પત્નીની ધરપકડ કરી છે. પોલીસેના જણાવ્યા મુજબ, વેપારીએ તેના પિતા અને પોતાની પત્નીને કઢંગી હાલતમાં જોઈ લીધા હતા જેથી બંનેએ આ વેપારીની હત્યા કરી નાખી હતી. મૃતકનું નામ વિક્રમસિંહ છે.
વિક્રમસિંહના પિતા બળવંત સિહ અને વિક્રમસિંહની પત્ની વચ્ચે શારીરિક સંબંધો હતા. એક રાત્રે બળવંત સિંહ તેની પુત્રવધૂને રાત્રે મળવા આવ્યો હતો અને બંને રંગરલીયા મનાવી રહ્યા હતા તે વિક્રમસિંહ જોઈ ગયો હતો. પિતા અને પત્નીને આ સ્થિતિમાં જોઈ વિક્રમસિંહને ગુસ્સે થઈ ત્યાંથી નીકળી ગયો હતો. પોતાનો ભાંડો ફૂટી જવાના ડરથી બળવંતસિંહ અને વિક્રમની પત્ની તેની પાછળ-પાછળ ગયા હતા અને બંનેએ મળીને વિક્રમસિંહની હત્યા કરી નાખી હતી અને તેને આત્મહત્યાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો.
બંનેએ વિક્રમની હત્યા કરી લાશને પંખા સાથે લટકાવી દીધી હતી. બીજી દિવસે સવારે વિક્રમની પત્નીએ લાશને નીચે ઉતારી બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. જેથી પરિવારના લોકો ભેગા થઈ ગયા હતા અને વિક્રમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનો વિક્રમના અંતિમ સંસ્કાર કરવાની ઉતાવળ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે વિક્રમનો મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જેમાં વિક્રમના ગળા પર નિશાન મળી આવ્યા હતા, જેના પગલે પોલીસને તેની હત્યા થયાની શંકા ઊભી થઈ હતી. પોલીસે આ મામલે તપાસ કરતા મૃતક વિક્રમના પિતા અને તેની પત્ની વિરુદ્ધ મળેલા પુરાવાના આધારે બંનેની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા બંનેએ પોતાનો ગુનો કબુલી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..