આપણા દેશમાં ખાસ કરીને ઘણી જગ્યાએ ભોજનની સાથે પાપડ ખાવાની પરંપરા છે. પરંતુ સૌથી વધારે પાપડ રાજસ્થાનમાં ખાવામાં આવે છે. જોકે દેશમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતા પાપડ ગુજરાત રાજ્યના છે. દેશભરમાં લગ્ન પ્રસંગ કે તહેવાર પર અલગ વાનગીઓની સાથે પાપડ બનાવવામાં આવે છે. આવો તમને જણાવીએ કે કેમ પાપડ ખાવામાં આવે છે. આપણા દેશમાં અલગ-અલગ પાપડ મળે છે અને તે ખાવાથી પણ લાભ થાય છે.
– પાપડને ભોજનના અંતમાં ખાવામાં આવે છે. એવું એટલા માટે હોય છે કારણકે પાપડ સુપાચ્ય હોય છે અને જ્યારે આપણે વધારે તીખુ તળેલું ભોજન ખાઇએ છીએ તો પાપડ, તે ભોજનને પચાવવામાં આપણા પાચનતંત્રની સહાયતા કરે છે.
– સામાન્ય રીતે પાપડ મગદાળ અને અડદની દાળના બનાવવામાં આવે છે. આ દાળને આખી રાત પાણીમાં પલાળીને અને પીસીને પાપડ તૈયાર કરવાની જુની પરંપરા છે.
– સાથે જ આ પાપડને બનાવતા સમયે તેમા અજમો, કાળામરીનો પાવડર અને થોડૂંક મીઠું મિક્સ કરવામાં આવે છે. આ ત્રણેય વસ્તુ પાપડનો સ્વાદ વધારવાની સાથે તેના ગુણમાં પણ વધારો કરે છે.
– આજના સમયમાં પાપડ ન માત્ર સ્વાસ્થ્ય માટે બનાવવામાં આવે છે. પરંતુ સ્વાદ પર પણ પૂરુ ધ્યાન આપવામાં આવે છે. જેથી માત્ર લાલ મરચાના પાપડ, જીરા પાપડ, અજમાના પાપડ, લવિંગ પાપડ સહિત માર્કેટમાં ઉપલબ્ધ છે.
– જોકે, લાલ મરચું પાપડને અલગ કરી દેવામાં આવતો ખાસ કરીને પાપડ સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરે છે અને ભોજનને પચાવવામાં મદદ કરે છે. તેની સાથે જ પાપડ પેટમાં ગેસ બનવાની સમસ્યાથી બચાવે છે.
– કોઇને જીવ ગભરાતો હોય તો પાપડનું સેવન કરવાથી તેના પેટ અને મૂડને સારો કરવામામ પાપડ મદદરૂપ સાબિત થઇ શકે છે.
– મગની દાળ સાથે તૈયાર કરેલો પાપડ એમાં સૌથી વધુ સુપાચ્ય માનવામાં આવે છે. તેથી સામાન્ય રીતે મગની દાળથી તૈયાર પાપડ, જેમાં જીરુંનો સ્વાદ હોય છે, તે સૌથી સામાન્ય રીતે સર્વ કરવામાં આવે છે. પાપડ ખાવાનો કોઈ નિશ્ચિત સમય નથી. તમે તેને કોઈપણ સમયે ખાઈ શકો છો.
કયા પાપડ ખાવા સૌથી વધારે ગુણકારી
– હવે તમારા મનમાં આ સવાલ આવી રહ્યો હશે કે આખરે પાપડ ખાવાની યોગ્ય રીત કઇ છે,શુ પાપડ શેકીને ખાવો જોઇએ કે તળીને…
– પાપડ જ્યારે માત્ર સ્વાદ માટે ખાવા હોય તો તમે ક્યારેય પણ ડીપ ફ્રાય કરીને ખાઇ શકો છો. પરંતુ જો નિયમિત રીતે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને પાપડનું સેવન કરવા માંગો છો તો તમે શેકીને પણ ખાઇ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..