AAP સહીતની પાર્ટીઓ જો ચૂંટણી જંગમાં ઉતરશે તો BJPને ફાયદો થવાની વાત નિતિન ગડકરીએ એક પ્રોગ્રામમાં કરી હતી ત્યારે આ વાતને લઈને નિતિન ગડકરીના નિવેદનને લઈને AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, AAP પાર્ટીથી BJP ડરી ગઈ છે. વડાપ્રધાન અને ગૃહમંત્રીની વિઝિટો વધી ગઈ છે. ભાજપને કોંગ્રેસથી ક્યારેય ડર નથી લાગ્યે મિલીભગતથી રાજનીતિ ચાલતી હતી.
દિલ્હીમાં પહેલીવાર AAP પાર્ટી ચૂંટણી લડી ત્યારે AAP પાર્ટીને 28 બેઠકો મળી હતી અને BJPને 32 સીટો મળી હતી. AAP પાર્ટી પછી 70માંથી 67 સીટો લાવી હતી. જેથી AAP જ્યાં હોય છે ત્યાં સામેની પાર્ટીના સૂપડા સાફ થઈ જાય છે તેવું નિવેદન ઈસુદાન ગઢવીએ કર્યું હતું.
નિતિન ગડકરીએ કહ્યું હતું કે, AAP પાર્ટીના કારણે ભાજપ વિરોધી મતોનું વિભાજન થાય છે. AAP પાર્ટી મેદાને આવશે તો ભાજપનો જીતવાનો સરળ બનશે તેવું મોટું નિવેદન ગુજરાતની આગામી વિધાનસભાની યોજવા જઈ રહેલી ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રીએ આપ્યું હતું. તેના જવાબમાં ઈસુદાન ગઢવીએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..