ફાધર્સ ડે વર્લ્ડના બેસ્ટ “ પપ્પા ” ચાલો જાણીએ કે કોણ છે આ વ્યક્તિ જેને કેમ બધી દીકરીઓ કહે છે વર્લ્ડના બેસ્ટ “ પપ્પા ”
હા , આ વ્યક્તિ ૩૧૦૨ દીકરીઓના પિતા એજ સુરતના મહેશભાઈ સવાણી ની વાત કરું છું. તો શું છે જાણીએ એમનામાં રહેલી એ ખૂબી કે બધી દીકરીઓ તેમને બેસ્ટ પપ્પાનું બિરુદ આપે છે . . .
ખુબ જ મોટા ઉદ્યોગપતિ હોવા છતાં આ વ્યક્તિ ૩૧૭૨ થી વધુ દીકરીઓના પિતા તરીકેની ફરજ અદા કરી રહ્યા છે જે તેમની ખુશીમાં ખુશ તેમના દુઃખ માં દુખી રહી દરેક પળોમાં સહભાગી બની સગાપિતાથી વિશેષ ફરજ અદા કરે છે .
માં વિશે ઘણાં સાહિત્ય , લેખો તથા નિબંધો લખાયા છે અને મા વિશે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું છે . પરંતુ , આપણાં સાહિત્યમાં કે લેખોમાં પિતા વિશે ખૂબ ઓછું લખવામાં આવ્યું છે અને જે લખાયું છે તે ખૂબ ઓછા લોકો દ્વારા વંચાયું છે . એની પાછળ એક કારણ એ પણ હોઈ શકે કે આપણા સમાજમાં પુરુષને ઘરનાં મોભી , પાલનહાર , કપરાં સમયમાં પણ તટસ્થ રહેનાર વ્યક્તિ તેમજ જવાબદારીઓને પૂર્ણ કરતાં વ્યક્તિ તરીકે જોવામાં અને આલેખવામાં આવે છે .
પરંતુ , આ કઠોર વ્યક્તિમાં પણ એક કોમળ હૃદય છુપાયેલું છે , એ વાતને સ્વીકારવી કદાચ આપણા માટે મુશ્કેલ બની શકે , એક પુરુષ અથવા એક પિતા કોને કહેવાય તેની સૌથી સારી વ્યાખ્યા એક દીકરી કરતા વધુ સારી કોઈ આપી જ ના શકે . દરેક પિતા તેની દીકરીને સારા ઘરમાં પરણાવવા ઈચ્છતો હોય છે અને એક જવાબદારી તરીકે પણ દીકરીના લગ્ન કરાવતો હોય છે . આથી જે છોકરીઓના પિતા મૃત્યુ પામ્યા હોય તેના પરિવારમાં સતત ચિંતા રહેતી હોય છે કે ઘરના મોભી વિના દીકરીના લગ્ન કેવી રીતે થશે . પિતાનું છત્ર ગુમાવનાર આ છોકરીઓ અને તેના પરિવારની આ ચિંતા દૂર કરવાનું કામ પી . પી . સવાણી ગ્રુપના મહેશભાઈ છેલ્લા દસ વર્ષથી સારી રીતે કરી રહ્યા છે . મહેશભાઈને બે પુત્રો છે , પરંતુ પુત્રી નથી . તે બાપ વિનાની દીકરીનાં પાલક પિતા બનીને ધામધૂમથી તેઓના લગ્ન કરાવી રહ્યા છે .
૨૦૦૮માં તેમણે બે છોકરીઓના લગ્ન કરાવીને તેમની અનોખી સેવાનો પ્રારંભ કર્યો હતો . ૨૦૧૩ના ડિસેમ્બરમાં તેમણે પ૩ દીકરીઓના લગ્નનું આયોજન કર્યું હતું , જેને તેમણે સંબંધ ભવોભવના ‘ નામ આપ્યું હતું . ૩૦ નવેમ્બર , ૨૦૧૪ના રોજ તે ૧૧૧ દીકરીઓના લગ્ન કરાવ્યા હતા.. આ દીકરીઓ અલગ – અલગ જ્ઞાતિ અને ધર્મની હતી . મહેશભાઈ જ્ઞાતિ કે ધર્મની ઉપર જઈને માત્ર પ્રેમને જ મહત્ત્વ આપે છે . 2018 માં 261 દીકરીઓના લગ્ન કરાવ્યા. આ 261 દીકરીઓમાં છ મુસ્લિમ અને બે ખ્રિસ્તી પરિવારની પણ દીકરીઓ હતી..