મગની દાળ અથવા લીલી દાળમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા ખનિજો હોય છે. તેમાં ફોલેટ, ફાઈબર અને વિટામીન B6 થી ભરપૂર હોવાની સાથે તેમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન પણ હોય છે. તેમાં વિટામિન બી હોય છે. જ્યારે અનેક હેલ્થ પ્રોબ્લેમ હોય ત્યારે ડોક્ટરો વારંવાર આ કઠોળનું સેવન કરવાની ભલામણ કરે છે. તે તમારા શરીર માટે ઉર્જા ઉત્પન્ન કરે છે. ફોલિક એસિડ આપણા મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. કઢી અને સ્પ્રાઉટ્સના રૂપમાં મગની દાળનું સેવન કરી શકો છો. તમારા આહારમાં મગની દાળનો સમાવેશ કરવો ખૂબ જ ફાયદાકારક છે.
હ્રદયને રાખે છે સ્વસ્થ
અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર આ દાળનું સેવન કરવું જોઈએ. તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. તે સ્નાયુ ખેંચાણને અટકાવે છે અને સાથે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હૃદયની બીમારીઓથી દૂર રહેવા માટે તમે અંકુરિત મગની દાળનું સેવન કરી શકો છો.
વજન ઘટાડવા માટે
મગની દાળ કોલીસિસ્ટોકાઈનિન નામના હોર્મોનના કામને સુધારવા માટે ખૂબ જ સારી છે. આ હોર્મોન આપણને ભરપૂર અનુભવ કરાવે છે. તે મેટાબોલિક રેટ પણ સુધારે છે. જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે. બપોરના ભોજનમાં ભાત અથવા રોટલી સાથે દાળ લો અથવા જો તમે સાંજે નાસ્તો કરવા માંગતા હો તો પછી તેને સ્પ્રાઉટ્સના રૂપમાં લઈ શકો છો.
ડાયાબિટીસ
મગની દાળ ઓછા ગ્લાઈસેમિક ઈન્ડેક્સને માટે જાણીતી છે. આ બ્લડ શુગરના સ્તર અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. અંકુરિત દાળનું સેવન ડાયાબિટીસના દર્દીને રાહત આપે છે.
બ્લડ સર્ક્યુલેશન
આ દાળનું સેવન તમારા બ્લડ સર્ક્યુલેશનને માટે સારું રહે છે. તેમાં આયર્ન હોય છે જે લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં મદદ કરે છે. આ એનિમિયાને રોકવામાં મદદ કરે છે.
પાચન
મગની દાળ આંતરડામાં બ્યૂટાયરેટ નામના ફેટી એસિડના ઉત્પાદનમાં મદદ કરે છે. આ આંતરડાને માટે સારો સોર્સ છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ ગેસને રોકવામાં મદદ કરે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તે પાચનને સ્વસ્થ રાખે છે.
ઈમ્યુનિટીને વધારે છે
મગની દાળમાં ઈમ્યૂન સેલ્સને મજબૂત બનાવનારો ખાસ ગુણ હોય છે. તે ઈમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. શરદી કે ઉધરસની સમસ્યામાં તે રાહત આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..