જયપુર: એમ તો લગ્નમાં નવપરિણીત દંપત્તિને અનેક ગિફ્ટ મળે છે. ભેટમાં કોઇ ઘડિયાળ આપે છે તો કોઇ ફ્રીઝ ,કોઇ ગુલાબનું બુકે તો કોઇ વીંટી અથવા કોઇ સુવર્ણ યાદો ધરાવતી ફોટોફ્રેમ,પરંતુ આ ખાસ લગ્નમાં નવદંપત્તિને જે ભેટ મળી છે તેને જાણીને તમને વિશ્વાસ નહી થાય. મહત્વપૂર્ણ છે કે એક સંસ્થા 8 વર્ષથી રાજસ્થાનના કોટામાં નેત્રદાન-અંગદાન-દેહદાનની જાગરૂતી માટે કાર્ય કરી રહી છે અને આ સંસ્થા સાથે જોડાયેલા ટિંકુના લગ્ન ગ્રામ મુંડિયરમાં યોજાયા હતા.
લગ્ન પહેલા ભેટ સ્વરૂપે લેવામાં આવ્યો સંકલ્પ
લગ્ન પહેલા પણ તમામ સબંધી તેમજ આવનારા મહેમાનોના લગ્નના કાર્ડના માધ્યમથી આ સંદેશ આપવામાં આવ્યો હતો કે જો તમને નવ દંપત્તિને કઇક ભેટ આપવી છે તો તમારા નેત્રદાન-અંગદાન-દેહદાનનો સંકલ્પ પત્ર ભરીને નવ દંપત્તિને ભરીને સોપો.જ્યાં શહેરી વિસ્તારના લોકોમાં અંગદાન પ્રત્યે જાગરૂતીની ટકાવારી ઘણી ઓછી છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં નેત્રદાન-અંગદાન-દેહદાનની વાત કરતા કેટલાક લોકોએ લગ્નમાં આવવાનો ઇનકાર કરી દીધો હતો. તેમને એવો પણ ડર હતો કે એવુ ના થાય છે સંકલ્પ પત્ર ભર્યા બાદ નેત્રદાન-અંગદાન કરવુ જરૂરી બની જાય. લોકોના આવા વિચારને કારણે એવુ લાગવા લાગ્યુ હતું કે લગ્નનો રંગ ફિકો ના પડી જાય. શાઇન ઇન્ડિયા ફાઉન્ડેશનના 5 સભ્યોની ટીમ મુંડિયર ગામમાં પહોચી હતી જ્યાં તેમણે લગ્નના એક દિવસ પહેલા ગામના વૃદ્ધોને સાથે લઇને એક-એક ઘરમાં જઇને નેત્રદાન-અંગદાનની ઉપયોગીતા તેમજ જાગરૂતી વિશે જણાવ્યુ હતું.
નવદંપત્તિએ પણ લીધો સંકલ્પ
સંસ્થા દ્વારા લગાવવામાં આવેલી શિબિરમાં ગામના તમામ વર્ગના લોકોએ અંગદાનના સંકલ્પ પત્ર ભર્યા હતા. આશરે 35થી વધુ લોકોએ અંગદાન, 110 લોકોએ નેત્રદાન અને 3 વૃદ્ધોએ દેહદાન માટે સંમત્તિ આપી હતી. જાન લઇને આવેલા લોકોએ પોતાના સબંધીઓને પણ આ કાર્ય વિશે જણાવ્યુ તો ત્યાં પણ 30 લોકોએ પોતાનું નેત્રદાન સંકલ્પ પત્ર ભર્યુ હતું. ટિંકુ ઓઝા અને તેની દુલ્હન તૃપ્તિએ સમાજના 2000થી વધુ લોકો વચ્ચે ફેરા પહેલા અંગદાનનો સંકલ્પ પત્ર ભર્યો હતો.
ટિંકુનું કહેવુ છે કે તેની માતાના મોત બાદ તેના દુખના માહોલમાંથી આ એક સારૂ કામ જ મને તેમાંથી બહાર કાઢી શક્યુ છે. માતાની યાદમાં આ કામ સંસ્થા સાથે મળીને કરતો રહીશ. નવી દુલ્હન તૃપ્તિને લગ્ન પહેલા જ ખબર હતી કે તેનો થનારો પતિ નેત્રદાન-અંગદાનના ક્ષેત્રમાં કામ કરી રહ્યો છે, તો તેના આ કામથી તે ખુદ પણ ખુશ હતી. તૃપ્તિના માતા-પિતાને પણ પોતાના જમાઇના કામ પર ગર્વ છે.