જમીન અને ખેતી માટે નીતિ બનાવવી જરૂરી નહીં તો આપણી હાલત પણ દુબઇ-મસ્કત જેવી થઇ જશે, ઘઉં અને ભાત આયાત કરવા પડશે

2019-20ની ખેતીની જમીન અંગે કૃષિ વિભાગે થોડા દિવસ પહેલા અહેવાલ જાહેર કર્યો છે. જેમાં બિન ખેતી થયેલી જમીન 14,15,800 હેક્ટર જાહેર કરી છે. 5 વર્ષમાં 20 લાખ હેક્ટર ખેતરોનો નાશ થશે. ત્યારે ગુજરાતમાં અનાજની કટોકટી ઊભી થશે. હાલ 17 ટકા જમીન બિન ખેતી કરી નાંખીને તેના પર ઉદ્યોગો, મકાનો બનાવી દેવાયા છે. બીજી બાજુ જમીનની ખારાશને કારણે ઉત્પાદનું મોટું નુક્સાન તો થઇ જ રહ્યું છે.

સરકાર ઓર્ગેનિક ખેતીને મહત્વ આપી રહી છે પણ ફળદ્રપ જમીનો પર ફેક્ટરીઓ અને શહેરો બની રહ્યાં છે તેની નીતિ બનાવવાની જરૂર છે.આમેય હવે ગુજરાતમાં કુલ ખેતરોમાં 10 ટકા જ અનાજ ઉગાડાય છે. 90 ટકા વિસ્તારમાં નોન ફૂડ પાક ખેડૂતો પેદા તરફ વળ્યા છે. તેથી આવનારા સમયમાં અનાજની કટોકટી ટાળવા માટે જમીનની અને ખેતીની નીતિ બનાવવી જરૂરી છે. જે આજ સુધી બની નથી.

10 વર્ષ પહેલા 2008-09માં 11,75,500 હેક્ટર બિન ખેતીની જમીન હતી. 10 વર્ષમાં 2,40,300 હેક્ટર જમીન બિન ખેતીની થઈ ગઈ છે. વર્ષે 24 હજાર હેક્ટર (59394 એકર) ખેતીની જમીન બિન ખેતીની સરકાર કરી રહી છે. રોજની 163 એકર એટલે કે 6.70 લાખ ચોરસ મીટર જમીન પર કૃષિ ઉત્પાદન બિન ખેતી જમીન કરી દેવામાં આવતાં બંધ થાય છે.

એક હેક્ટરે 3200 કિલો ઘઉં જતા કરવા પડે છે. 24-25 હજાર હેક્ટર ખેતરોમાં વાવેતર બંધ થતાં વર્ષે 8 કરોડ કિલો ઘઉંનું ઉત્પાદન બંધ થાય છે. માથા દીઠ 1.250 કિલો ઘઉં જતા કરવા પડે છે. 10 વર્ષે 80 કરોડ કિલો ઘઉં ગુમાવવા પડે છે. બે પાક ગણવામાં આવે તો 160 કરોડ કિલો અનાજ કે બીજા પાકો ગુમાવવા પડી રહ્યા છે.

જો સરકાર કચ્છના રણ, ખારી જમીન, બંજર જમીન, ખેડી ન શકાય એવી પડતર કે ટેકરીઓ પર નવા શહેરો કે ઉદ્યોગોને મંજૂરી આપવાની નીતિ બનાવવાની જરૂર છે. સરકારે જાહેર કરેલા આંકડાઓ ઘણાં ગંભીરતા બતાવે છે.

ગુજરાત દેશનું એવું રાજ્ય છે જ્યાં જમીનની ખારાશ સૌથી વધુ છે. લગભગ 20 લાખ હેક્ટેર જમીન પર ખારાશ છે જે દેશમાં સૌથી વધુ છે. આને કારણે દર વર્ષે 40 લાખ ટન જેટલું અનાજનું ઉત્પાદન ઓછું થાય છે. જમીનની આટલી મોટી સમસ્યા સામે ઊભી જ છે ત્યારે ખેતીની જમીનોને બિનખેતીની કરતા જવું તે ખૂબ ભયજનક છે. કારણ કે પ્રોડક્શન લોસ મોટાપાયે થવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો