કેરળની સરકારી સ્કૂલોમાં બાળકોને બીમારીઓથી બચાવવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત બાળકોને પાણી પીવડાવવા માટે વોટર બ્રેક આપવામાં આવે છે. એટલું જ નહીં તે માટે દિવસમાં ત્રણ ચાર વખત બેલ પણ વગાડવામાં આવે છે જેને વોટર બેલનું નામ આપવામાં આવ્યું છે.
બેલ વાગવા પર સ્કૂલના બધા બાળકો પાણી પીવે છે. પહેલો બેલ સવારે 10:35 વાગ્યે વગાડવામાં આવે છે. બીજો બેલ બપોરે 12 વાગ્યે અને ત્રીજો બેલ 2 વાગ્યે વગાડવામાં આવે છે. આ વોટર બ્રેક 15થી 20 મિનિટનો હોય છે. હવે તમિલનાડુ અને કર્ણાટક સરકાર પણ કેરળની આ પહેલનો ફોલો કરવા લાગી છે. કર્ણાટકના શિક્ષણ મંત્રી સુરેશ કુમારે આ બાબતે પ્રશાસનને આદેશ પણ આપી દીધો છે.
સ્વચ્છ શૌચાલયના અભાવે છોકરીઓ પાણી નથી પીતી
એક રિપોર્ટ મુજબ, પાણીની ઉણપ અને ડિહાઈડ્રેશનને કારણે બાળકો બીમાર પડે છે. આ બાબતે ડોક્ટરોનું કહેવું છે કે ખાસ કરીને છોકરીઓ સમયસર જરૂરી માત્રામાં પાણી નથી પીતી. જોકે છોકરીઓનું પાણી ન પીવાનું બીજું કારણ સ્કૂલોમાં સ્વચ્છ શૌચાલયનો અભાવ પણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..