ગુજરાતમાં હવે ઘરે-ઘરે લાગશે પાણીના મીટર , પાણી વિતરણ સુવિધાને નુકસાન પહોંચાડનારને થશે 2 વર્ષની જેલ

રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર ગઇકાલે વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલ્યું હતું. ત્યારે પાણીના થતાં બગાડ અટકાવવા રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. ત્યારે વિધાનસભામાં ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પાણીનો ઉપાડ અને પાણી પુરવઠાની સુવિધાને થતુ નુકસાન અટકાવવા તૈયાર કરાયું છે.

વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા (સુધારા) વિધેયક અને ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા(સંરક્ષણ) બિલ એમ બે બિલ રજૂ કર્યા હતા. ગુજરાત ઘર વપરાશ વિધેયકમાં પાણી પુરવઠા સિસ્ટમને નુકસાન માટે કરવા માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે. જો પાણીના વિતરણ સિસ્ટમે નુકસાન પહોંચાડનારને 2 વર્ષની જેલ અને 1 લાખ સુધીનો દંડ કરવામાં આવશે.

ઘરવપરાશ પાણી પુરવઠા સિસ્ટમને નુકસાન કરવા માટે કેટલી સજા થશે?

ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા સરંક્ષણ વિધેયક 2019માં ઘરવપરાશ કે ઔદ્યોગિક એકમોના વપરાશના પાણી પુરવઠાની સિસ્ટમને જરાય છેડછાડ કરનારે કડક સજા થશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાણી વિતરણ સિસ્ટમને નુકસાન પહોંચાડનારને 2 વર્ષ સુધીની જેલ અને 1 લાખ સુધીનો દંડ. પાણી પુરવઠા વ્યવસ્થાના સંચાલનમાં અવરોધ પેદા કરે તો 3 મહિના જેલ અને 20 હજાર સુધીનો દંડ. પાણી વિતરણ વ્યવસ્થામાં ચેંડા, પ્રવાહ બદલવા માટે વાલ્વમાં ગરબડ અને માપણીના સાધનો સાથે ચેડા કરે તો 6 મહિનાની જેલ અને 50 હજાર સુધીનો દંડની જોગવાઈ કરવામાં આવી છે.

સિંચાઇના બિલમાં નહેરમાંથી પાણી ચોરવા બદલ રૂ. બે લાખ સુધીનો દંડ અથવા બે વર્ષ સુધીની જેલની સજાની જોગવાઇ છે. જયારે પીવાના પાણીની વ્યવસ્થામાં પાણીની ચોરી કરનારને ત્રણ મહિના સુધીની કેદ અથવા રૂ. એક લાખથી વધારે દંડ નહીં તેવી સજાની જોગવાઇના પગલે કોંગ્રેસે વોકાઆઉટ કરીને વિરોધ કર્યો હતો. જો કે, બંને બિલ પર નવ કલાકની ચર્ચા પછી કોંગ્રેસના વિરોધ વચ્ચે રાજય સરકારે બહુમતીથી બિલ પસાર કર્યા હતા.

ગેરકાયદે પાણીને લેતા લોકોને અટકાવવા માટે બિલમાં કડકાઇ દાખવવામાં આવી છે

સિંચાઇનું બિલ રજૂ કરતા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, કેનાલ તોડીને લોકો પાણી લઇ લેતા હોવાથી આગળ વસતા લોકો,ખેડૂતો સુધી પાણી પહોંચતુ નથી. આથી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે આ બિલ આવશ્યક છે. જ્યારે મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે, પીવાનું પાણી ઘર ઘર સુધી પહોંચાડવું આવશ્યક છે, દરેક ઘરે પૂરા ફોર્સથી અ્ને પુરતું પાણી મળી રહે તેટલા માટે પાણીની લાઇનમાં વચ્ચેથી ગેરકાયદે પાણીને લેતા લોકોને અટકાવવા માટે આ બિલમાં કડકાઇ દાખવવામાં આવી છે. જો કે, કોંગ્રેસે બંને બિલનો વિરોધ કર્યો અને સિંચાઇના બિલમાં વોકઆઉટ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો