વૃદ્ધના વસિયતનામામાં જીવદયાનાં થયાં દર્શન: દેશમાં પ્રથમ વખત સ્વજનના બદલે રૂપિયા 5 લાખની FDના નોમિનેશનમાં પાંજરાપોળનું નામ લખ્યું હતું

મૂળ વઢવાણના અને અમદાવાદ રહેતા એક વૃદ્ધનું 21મી નવેમ્બર, 2021ના રોજ અવસાન થયું હતું. ત્યારે આ વૃદ્ધે 29-8-2019ના રોજ બેન્ક ઓફ બરોડા અમદાવાદમાં રૂ. પાંચ લાખની એફ.ડી. કરાવી હતી. તેના નોમિનેશનમાં તેમણે વઢવાણ મહાજન પાંજરાપોળનું નામ દર્શાવ્યુ હતું. આમ આ વૃદ્ધના વસિયતનામામાં પણ પાંજરાપોળ પ્રત્યેની લાગણી અને જીવદયા પ્રત્યેની કરુણા ભાવના જોવા મળે છે.

મૂળ વઢવાણના વતની અને હાલ અમદાવાદ રહેતા કમલભાઈ ધોળકિયા તેમજ મુંબઇ રહેતા અજયભાઈના પિતા વિનોદચંદ્ર ધોળકિયા પેન્શનની આવક સતત સત્કાર્યોમાં વાપરતા હતા. તેમાંથી તેઓ દર વર્ષે તેમની જેટલી ઉંમર થઇ હોય, તેટલા હજારનો ચેક વઢવાણ મહાજન પાંજરાપોળ સંસ્થાને આપતા હતા. આ નિયમ તેમણે 75મા જન્મ દિવસે રૂ. 75,000ની રકમ દાનમાં આપવાથી શરૂ કર્યો હતો. બાદમાં પહેલી સપ્ટેમ્બર, 2021ના રોજ 84મા જન્મદિને તેમણે વઢવાણ મહાજન પાંજરાપોળ- અમદાવાદના કલેક્શન સેન્ટરમાં સેવા આપતા જયપ્રકાશભાઈ શાહને રૂ. 84,000 અર્પણ કર્યા હતા.

જોકે, વિનોદચંદ્ર ધોળકિયાનું વૃદ્ધાવસ્થાના કારણે અવસાન થયું, ત્યારે તેમના પુત્રોએ જયપ્રકાશભાઈને રુબરુ બોલાવી જણાવ્યું હતું કે, તેમના પિતાએ 29મી ઓગસ્ટ, 2019ના રોજ બેન્ક ઓફ બરોડાની અમદાવાદ શાખામાં રૂ. પાંચ લાખની એફ.ડી. કરાવી હતી. તેના નોમિનેશનમાં શ્રી વઢવાણ મહાજન પાંજરાપોળનું નામ દર્શાવ્યું છે. આ ઉપરાંત રૂ. 2 લાખનો ચેક વઢવાણ પાંજરાપોળમાં તકતી મૂકવા પણ આપ્યો હતા. આ માટે વિનોદચંદ્ર દ્વારા ત્રણ વર્ષ પહેલાં રૂ. 5 લાખની ફિક્સ રસીદ પણ બનાવી દેવાઈ હતી. તેના નોમિની તરીકે કોઇ સ્વજનના બદલે તેમણે વઢવાણ પાંજરાપોળનું નામ આપ્યું છે.

આ અંગે વઢવાણ મહાજન પાંજરાપોળના સેક્રેટરી ભરતભાઈ મઠિયાએ જણાવ્યું કે, સ્વજનના નામના બદલે કોઇ સંસ્થાના નામે એફ.ડી. કરાવી હોય તેવી આ દેશમાં આવી સૌપ્રથમ ઘટના છે. વિનોદભાઈના હૃદયમાં વઢવાણ મહાજન પાંજરાપોળ પ્રત્યેની લાગણી તેમજ જીવદયા પ્રત્યેના કરુણાભાવના દર્શન થાય છે. આથી આ જીવને પાંજરાપોળના કાર્યવાહ મંડળના સભ્યો કોટિ કોટિ વંદન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો