વઢવાણમાં રહેતા યુવાનનું 4 વર્ષ પહેલા અકસ્માતમાં મોત થયુ હતુ. યુવાન વયે વિધવા બનેલી પુત્રવધુને દિકરી માની મુસ્લિમ દંપતીએ તેના પુનઃ નિકાહ કરાવી મુસ્લિમ સમાજમાં નવો રાહ ચીંધ્યો છે. મુસ્લિમ દંપતીને સંતાનમાં દિકરી ન હોવાથી પુત્રવધુને જ દિકરી માની હતી અને તેનું આણુ કરી તેને વિદાય આપવામાં આવી હતી.
હાલની 21મી સદીમાં પણ અમુક સમાજમાં વિધવાઓના લગ્ન કરાવાતા નથી. ભરયુવાનીએ વિધવા બનેલી મહિલા પોતાના સાસરા માં કે પિયરમાં ઉંમર વિતાવી દે છે. ત્યારે, વઢવાણના મુસ્લિમ દંપતીએ પોતાની વિધવા પુત્રવધુના પુનઃ નિકાહ કરાવીને સમાજને નવો રાહ ચિંધ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ વઢવાણમાં રહેતા એજાઝભાઈ મીરજાના લગ્ન 12 વર્ષ પહેલા લીંબડીના ફીરદોષબાનુ સાથે થયા હતા. ચારેક વર્ષ પહેલા વઢવાણના ધોળીપોળ પાસે થયેલા એક અકસ્માતમાં એજાઝભાઈનું અવસાન થયુ હતુ. ફીરદોષબાનુને સંતાનમાં 4 વર્ષનો પુત્ર અબુબકર અને 8 વર્ષની પુત્રી ફાતીમાબાનુ છે. યુવાનવયે વિધવા બનેલા પુત્રવધુ ફીરદોષબાનુના પુનઃ નિકાહ કરાવવા સસરા ફરીદભાઈ ઈબ્રાહીમભાઈ મીરઝા અને સાસુ ઝુલેખાબેન ફરીદભાઈ મીરઝાએ નકકી કર્યુ હતુ. સમાજમાં અને ફીરદોષબાનુના પીયર લીંબડી વાત કરતા સૌએ આ ક્રાંતીકારી નીર્ણયને સહર્ષ વધાવી લીધો હતો.
આથી રવિવારે ફીરદોષબાનુના પુનઃ નિકાહ રાજકોટ-સાપર રોડ આવેલા મેંગરી ગામના ઈલીયાસભાઈ નુરમહમદભાઈ સાથે થયા હતા. ઈલીયાસભાઈના પત્ની પણ થોડા સમય પહેલા કોરોનાથી અવસાન પામ્યા હતા. ઈલીયાસભાઈને પણ સંતાનમાં બે દિકરીઓ છે. વઢવાણના મૌલાનાએ આ નીકાહ પઢાવ્યા હતા. મુસ્લિમ દંપતી ફરીદભાઈ અને ઝુલેખાબેનને સંતાનમાં દિકરી ન હોવાથી તેઓએ પુત્રવધુ ફીરદોષબાનુને દિકરી સમાન માની તેમનું આણુ કરીને તેમને વિદાય આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..