બાબાસાહેબનું અપમાન કરનાર વંથલીના PSI સામે દલિત સમાજમાં આક્રોશ, લાગણી દુભાતા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી

જુનાગઢ જિલ્લાના વંથલીના મહીલા પીએસઆઈએ પોતાની ચેમ્બરમાંથી બાબા સાહેબની તસવીર ઉતારી લેતા દલીત સમાજની લાગણી દુભાઈ હતી. ત્યારે પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ સાથે દલીત સમાજના લોકોએ વઢવાણમાં શુક્રવારે ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.

જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ મથકના મહીલા પીએસઆઈ ડોડીયાએ ચેમ્બરમાંથી ડો. બાબા સાહેબ આંબેડકરની તસવીર હટાવી લીધી હતી. આ બાબતનો વીડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે જુનાગઢના આ બનાવથી સમગ્ર રાજય અને દેશના દલીત સમાજના લોકોની ધાર્મીક લાગણી દુભાઈ છે. જેમાં શુક્રવારે સવારના સમયે વઢવાણના દલીત સમાજના લોકોએ વઢવાણ-લીંબડી રોડ ચક્કાજામ કરી દીધો હતો. લોકોએ વંથલીના મહીલા પીએસઆઈ ડોડીયાને સસ્પેન્ડ કરવાની માંગ કરી બાબા સાહેબ અમર રહો..અને જય ભીમ..ના નારા પણ લગાવ્યા હતા. બનાવની જાણ થતા વઢવાણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો