સૌરાષ્ટ્રમાં નોખા-અનોખા મતદાન, સેલિબ્રિટીઝ, શતાયુ, દિવ્યાંગો અને નવદંપતિએ કર્યુ મતદાન.. જુઓ..

ઉમેદવારોની સાથે સાથે સૌરાષ્ટ્રમાં સેલિબ્રિટીઝ પણ મતદાન કરતાં જોવા મળી રહ્યાં છે. રાજકોટમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ રૈયા રોડ પર આવેલી જ્ઞાન શાળામાં મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.

– જાફરાબાદમાં માછીમારો દરિયામાંથી બોટો સાથે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતાં. 400થી વધુ બોટ જાફરાબાદ બંદર કાઠે પહોંચી હતી.

લગ્નના ફેરા પહેલા દંપત્તિએ મતદાન કર્યું

-રાજકોટના યુવરાજ માંધાતાસિંહ વિન્ટેજ કારમાં મતદાન કરવા પહોંચ્યા

– મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પૂજારએ પત્ની અને પિતા સાથે મતદાન કર્યું

– રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ મતદાન કર્યું

– રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ મતદાન કર્યું

– ધીરૂભાઈ સરવૈયાએ ખીરસરા તાલુકા શાળામાં મતદાન કર્યું

– ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામમાં નવદંપતિએ લગ્નના ફેર ફરતા પહેલા મતદાન કર્યું હતું. રિવા ક્યાડા અને પારૂલ ખાખરે મતદાન કર્યું

-રાજકોટના ઉપલા કાંઠા વિસ્તારમાં લગ્ન પહેલા દંપતિ મતદાન કરવા પહોચ્યાં હતા.

– જામકંડોરણામાં વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું

– રાજકોટમાં 80 વર્ષના વૃદ્ધ દાદા મગનભાઈ ઉમરાણીયાએ વિલચેર પર આવી મતદાન કર્યું

નાના બાળકો સાથે મતદાન

-રાજકોટમાં 102 વર્ષના કેસરબાએ મતદાન કર્યું

– રાજકોટમાં દિવ્યાંગોએ મતદાન કર્યુ.

– રાજકોટ મતદાન મથકમાં સુવિધાના અભાવે વિકલાંગ અને વૃદ્ધ લોકોને ઘરેથી વ્હીલચેર લઈને આવવું પડે છે. રાજકોટમાં ભાજપ નેતા રાજુભાઈ ધ્રુવના માતાને જ હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો.

પરિવાર સાથે ચેતેશ્વર પુજારા
દિવ્યાંગ મતદાર
રાજકોટના ઉપલા કાંઠા વિસ્તારમાં લગ્ન પહેલા દંપતિ મતદાન કરવા પહોચ્યાં હતા.
ધીરૂભાઈ સરવૈયાએ ખીરસરા તાલુકા શાળામાં મતદાન કર્યું
રાજકોટમાં 102 વર્ષના કેસરબાએ મતદાન કર્યું
જાફરાબાદમાં માછીમારો દરિયામાંથી બોટો સાથે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા
રાજકોટમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ મતદાન કર્યુ
જામકંડોરણામાં વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું
રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ મતદાન કર્યું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો