યુનાઇટેડ નેશન્સ દ્વારા તાન્ઝાનિયાના બાળકો અને યુવાનો માટે શાળાનું નિર્માણ કરવા માટે લેસ્કોટા મિશન શરૂ કરાયું છે. પ્રથમ વખત ગુજરાતી વિવેક પટેલ પ્રોજેક્ટમાં જોડાશે અને 100 બાળકોના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરશે. મૂળ વડોદરાનો વિવેક પટેલ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ બાદ સ્થાયી થયો છે. પુલવામાના શહીદોને મદદ માટે વિવેકે 7 કરોડ ભેગા કર્યા હતા. વિવેક પટેલ હવે યુનાઇટેડ નેશન્સના લેસ્કોટા પ્રોજેક્ટમાં વ્યૂહાત્મક નેતૃત્વ (સ્ટ્રેટેજિક લીડરશિપ) પૂરું પાડશે. 26 હજારથી વધુ દાતા(ડોનર્સ)પાસેથી ફાળો ભેગો કરવાનું કામ વિવેકના નેતૃત્વમાં આગળ વધશે.
તાન્ઝાનિયામાં 8 શાળા શરૂ કરાશે
યુનાઇટેડ નેશન્સ દ્વારા તાન્ઝાનિયામાં લેસ્કોટા મિશન અંતર્ગત શાળા શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ગરીબ બાળકો તથા યુવાનોને ગુણવત્તા સાથેનું ભણતર પૂરું પાડવાનો છે. 25 હજાર ડોલર ભેગા કરવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે વડોદરાનો વિવેક પટેલ વ્યૂહાત્મક નેતૃત્વ પૂરુ પાડશે. ભંડોળમાંથી 8 શાળાઓ બનાવાશે. જેમાં દર વર્ષે 250 બાળકોને ભણતર મળશે અને બાળકોને મુખ્ય ધારામાં જોડાશે.
વાવાઝોડાના અસરગ્રસ્તો માટે 1 લાખ ડોલરનું ભંડોળ ભેગું કરાશે
વિદેશમાં રહીને પણ દેશ માટે કંઇક નક્કર કરવા માટે વિવેક પટેલ દ્વારા પુલવામામાં શહીદ જવાનોના પરિવારને મદદ કરવા ફેસબુકના માધ્યમથી 11 જ દિવસમાં 7 કરોડ રૂપિયા ભેગા કર્યાં હતા. ત્યારબાદ ઓરિસ્સામાં ફેની વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા લોકોની મદદ માટે વિવેકે તરત જ ઝુંબેશ ચાલુ કરી હતી. આ અસરગ્રસ્ત પરિવારજનોને મદદ કરવા માટે 1 લાખ ડોલરની રકમ ભેગી કરવા લક્ષ્યાંક રખાયો છે.
આ પણ વાંચજો..
- રાજકોટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની અનોખી ‘રોટલી બેન્ક’, સેંકડો જરૂરિયાતમંદોને મફત આપે છે ભોજન
- અમદાવાદના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ મિહિર પટેલની અનોખી ક્રિએટિવિટી, વિમાનોનાં આબેહૂબ મોડેલ્સ બનાવવામાં માહેર