મોટું કામ કરવા માટે નહીં પરંતુ મોટું વિચારવા માટે હિંમતની જરૂર છે : ડૉ.વિવેક બિન્દ્રા

‘માણસ એટલું જ મોટું કામ કરી શકે જેટલી એની વિચારણી હોય. મોટું કામ કરવા માટે હિંમતની જરૂર નથી હોતી પણ મોટું વિચારવા માટે હિંમતની જરૂર હોય છે. બેઠા રહેવાથી નહીં પણ એકશન લેવાથી જ સફળતા હાથ લાગે છે. ધગઘગતા અંગારા પર ચાલતો માણસ, મોઢા પર સળીયા ખૂંપાવી દેતો વ્યક્તિ આ બધા લોકો બીલીવ થકી જ આ કામ કરી શકે છે.’ ‘જીવનમાં કંઈ કરવું છે વિષય પર મોટિવેશન સેમિનાર યોજાયો હતો. જેમાં આ વાત ડો.વિવેક બિન્દ્રાએ કહી હતી.

ચાદર હોય એટલાં પગ લાંબા ન કરો, પગ લાંબા કરવા ચાદર બદલો : ડૉ.વિવેક બિન્દ્રા

માન્યતાઓ બદલવી પડશે સકારાત્મક વિચારવુ પડશે. પરિસ્થિતિ નહીં, મનસ્થિતી બરાબર કરવી પડશે. શકુની 99 સારી બાબતોને નહીં પણ એક ખરાબ બાબતને શોધશે અને કૃષ્ણ 99 ખોટી બાબતોને બદલે એક સારી બાબતને શોધશે. ભૂતકાળ માટે તમે શું જુઓ છો, શું સાંભળો છો અને શું ફીલ કરો છો. આ ભૂતકાળની બાબતો વર્તમાનને બનાવતી હોય છે. એટલે ભૂતકાળ યાદ કરો ત્યારે માત્ર સારી બાબતો જ યાદ કરવી હિતાવહ છે.

શબ્દ અને વિચાર એકબીજા સાથે જોડાયેલા છે. ગાય દૂધ દેતી નથી કાઢવુ પડે છે, મુરઘી ઇંડા આપે છે. બળદ એવુ કંઇ ના આપે શીંગડા મારે. એ રીતે ગ્રાહકો પણ આ ત્રણ પ્રકારના હોય છે. પ્રોડક્ટ વેચવા માટેના આસાન ફંડા અસરકારક રીતે તેઓએ વર્ણવ્યા હતાં.મગજને જોઈ શકાય એવી કહાની વધારે પસંદ છે. કહાની રૂપે કહેલી વાત તે જલ્દી સ્વીકારે છે.

લોકો વધારે પડતા સેલ્સ પર ધ્યાન આપતા હોય છે પણ દુનિયાના 10 મોટા બિલિનિયરે સેલ્સ વધારવાની જગ્યાએ પ્રોડ્કટ સારી હશે અને ઉપયોગી હશે તો સહેલાઈથી માર્કેટમાં વેચાશે એના માટે સેલ્સ કે માર્કેટિંગ પાછળ મહેનત નહી કરવી પડે. કેટલાક બિઝનેસમેન જ્યારે તેમની પ્રોડ્ક્ટ ન વેચાય તો તેના ભાવમાં ઘટાડો કરી તેને વેચવાનો પ્રયત્ન કરે છે, પણ સમજી જવું કે હવે ખર્ચ કરવાનો નહીં પણ પ્રોડક્ટ બદલવાનો સમય આવી ગયો છે.

જ્યારે કોઈ 20 વેરાઈટીઓ આપણે વેચીએ ત્યારે 4 વેરાયટી એવી રાખો જે બીજા કરતા અલગ હોય તો જ માર્કેટમાં ટકી રહેશો. ડર કે આગે જીત નહી પણ દર્દ છે. પેટર્ન ખરાબ થઇ ગઇ છે. એને સુધારવી પડશે. જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરાય એવુ નહીં પણ હવે ચાદર બદલી નાખવી જોઇએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો