સૌરાષ્ટ્રનાં સાવજ, ખેડુતો નાં હક માટે લડનારા પોરબંદર સાંસદ શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા ઉપર આવનારી ફિલ્મનું જબરજસ્ત ટ્રેલર #વિઠ્ઠલા

સૌરાષ્ટ્રનાં સાવજ, ખેડુતો નાં હક માટે લડનારા પોરબંદર સાંસદ શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા ઉપર આવનારી ફિલ્મનું જબરજસ્ત ટ્રેલર #વિઠ્ઠલા

સૌરાષ્ટ્રમાં ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાના જીવન પર ‘વિઠ્ઠલા’ નામની ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે. તેમની ઇમેજ ખેડૂત નેતા તરીકે વિકસી છે કારણ કે પોતાના વિસ્તારના ખેડૂતોને ન્યાય અપાવવા તેઓએ અનેક લડાઇઓ લડી છે.

 

આ ફિલ્મમાં વડોદરાના દાઢીધારી દેખાતા રૂતેષ પટેલ વિઠ્ઠલભાઇનો રોલ ભજવી રહ્યા છે. જામકંડોરણા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ થોડા સમય પહેલા શુટિંગ થયું હતું. આ ફિલ્મનું ટ્રેલર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. ફિલ્મના આ ટ્રેલરમાં વડોદરા નજીક આવેલ વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ નજરે પડે છે. ગાંધીનગરના સત્યનારાયણ શર્મા પણ આ ફિલ્મમાં અભિનય કરી રહ્યાં છે.

વિઠ્ઠલભાઇએ ખાટલી તાલુકા પંચાયતમાંથી અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી જીતી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજકીય સફર શરૂ કરી હતી. બાદમાં ધારાસભ્ય, કેબીનેટ મંત્રી, સાંસદ સુધી કેવી રીતે પહોંચ્યા તે સમગ્ર વાત ફિલ્મમાં આવરી લેવામાં આવી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

જ્ઞાતિરત્નો