વિશાખાપટ્ટનમ ખાતે નેશનલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઇ રહી છે. આ કોમ્પિટીશનમાં સમગ્ર દેશમાંથી 1842 સ્પર્ધકો ભાગ લઇ રહ્યા છે. જેમાં ગુજરાતના 14 સ્પર્ધકો છે જે તમામ જૂનાગઢના છે. આ અંગે હિરેનભાઇ રૂપારેલીયાએ જણાવ્યું છે કે 22થી 26 નવેમ્બર સુધી યોજાનાર સ્પર્ધામાં જૂનાગઢના સ્પર્ધકોએ અત્યાર સુધીમાં કુલ 12 મેડલ પ્રાપ્ત કર્યા છે. જેમાં એક સ્પર્ધકને એક હાથ હોવા છતાં કરાટેમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે.
હજુ બે દિવસ આ સ્પર્ધાને બાકી
હજુ 2 દિવસ બાકી છે જેમાં વધુ મેડલ મળવાની આશા છે. વિશેષ વાત એ છે કે આ 12 મેડલમાં 2 ગોલ્ડ મેડલ વિશ્વ પોસીયાએ મેળવ્યા છે. આ સ્પર્ધક માત્ર 1 જ હાથ ધરાવે છે. બીજો હાથ કોણીથી નીચે છે જ નહી. છતાં ભરપૂર આત્મવિશ્વાસથી તેણે કરાટે જેવી સ્પર્ધામાં ન માત્ર ભાગ લીધો બલ્કે ગોલ્ડ અને એ પણ 1 નહીં 2 મેળવી જૂનાગઢનું અને તેના માતા- પિતાનું નામ રોશન કર્યું છે.
શું કહે છે વિશ્વના પિતા
જ્યારે આ અંગે વિશ્વના પિતા પરેશભાઇએ જણાવ્યું હતું કે દુનિયામાં કંઇ અશક્ય નથી એ વાતને મારા પુત્રએ સાબિત કરી દીધી છે. જો કે આ અથાગ મહેનત, દ્રઢ આત્મવિશ્વાસ અને કુદરતની કૃપાનું પરિણામ છે. વિશ્વએ જ્યારે જીત મેળવી ત્યારે તેનું પરફોર્મન્સ જોઇ સ્ટેડિયમમાં ઉપસ્થિત સૌ કોઇ પોતાની જગ્યા પર ઉભા થઇ ગયા હતા અને ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે અન્ય લોકોએ પણ ઉભા થઇ તેમનું સન્માન કર્યું હતું. 1 હાથે પણ ગોલ્ડ મેડલ મેળવી શકાય તે વાત એક જૂનાગઢના સ્પર્ધકે સાબિત કરી દીધી છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.