દિવાળી ટાણે કેટલાક પોલીસકર્મીઓ પોતાના ખિસ્સા ભરવા માટે તત્પર રહેતા હોય હોવાની ધંધાદારીઓમાં ચર્ચા થતી હોય છે. આવો જ એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક 82 નંબરની PCR વાન દેખાય છે કે જેમાં વેપારીઓ પાસેથી કથિત રીતે 500 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનું કેમેરામાં કેદ થયું છે. વેપારી પાસેથી રૂપિયા પડાવનારા પોલીસના કથિત કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. એકપોર્ટ પોલીસની 82 નંબરની પીસીઆર વાન દ્વારા પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળીનો હપ્તો ઉઘરાવવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાગૃત નાગરિકે પોલીસ દ્વારા આચરવામાં આવતી ગેરપ્રવૃત્તિને કેમેરામાં કેદ કરવામાં આવી છે. જેમાં દેખાય છે કે પોલીસની વાન દ્વારા વેપારીઓ પાસેથી રૂપિયા માગતા હતા.
જ્યારે હવે આ વીડિયોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેમાં સીસીટીવી ફૂટજ સહિતના પુરાવાના આધારે તપાસ કર્યા બાદ વીડિયોની વાસ્તવિકતા જાણવામાં આવશે. ત્યાર બાદ જવાબદાર પોલીસકર્મી સામે આકરા પગલા ભરવામાં આવશે. લોકો દ્વારા એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે, આ તો એક ઘટના કેમેરામાં કેદ થઈ છે બાકી રોડ પર બેસીને કામ કરનાર ગરીબ વેપારીઓ પાસેથી પોલીસ દ્વારા હપ્તા સિસ્ટમથી કામગીરી હાથ ધરવામાં આવે છે.
મહત્વની વાત એ છે કે, આવું પ્રથમ વખત થઈ રહ્યું નથી. આ અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચુકી છે કે જેમાં હપ્તો ઉઘરાવતી પોલીસને જાગૃત નાગરિકો દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. અહીં 82 નંબરની પીસીઆર વાનમાં બનેલી ઘટના દરમિયાન અંદર કોણ બેઠેલું હતું તે અંગેની તપાસ બાદ કાર્યવાહી શરુ કરવામાં આવશે. આ બાબતમાં સ્થાનિક વેપારીઓની પૂછપરછ કરીને પણ પોલીસકર્મીઓને ઓળખવા અંગેની તપાસ શરુ કરવામાં આવે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..