પુલવામા હુમલા બાદ વાયરલ થયો આ વૃદ્ધ મહિલાનો ફોટો

પુલવામા હુમલામાં 40 જવાનોની શહાદતથી આખો દેશ દુ:ખી છે.સોશિયલ મીડિયાથી માંડીને દરેક શેરી, ચોકમાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. આ દરમિયાન એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તસવીરમાં જોવા મળી રહ્યું છે કે એક વૃદ્ધ મહિલા હાથ જોડીને માથું નમાવીને શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી રહી છે. આ તસવીરને CRPFએ તેના ટ્વીટર હેન્ડર પર પણ શેર કરી.

શહાદતને નમન / બંને હાથ જોડેલા, શિશ ઝુકાવેલ આ વૃદ્ધ મહિલાનો ફોટો જોઈને CRPFએ લખ્યું, ‘અમને ગર્વ છે’, યૂઝર્સે રિપ્લાય કર્યો, ‘આપ છો તો અમે છીએ’

ફોટામાં શું છે

સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરમાં જોવા મળે છે કે, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે રસ્તાના એક ચોકમાં ટેબલ મૂકેલી છે અને તેના પર પુલવામામાં શહીદ થયેલા જવાનનું બેનર મૂકવામાં આવ્યું છે. જેના પર લખ્યું છે કે, પુલવામામાં શહીદ થયેલા જવાનોને શત્ શત્ વંદન, ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. બેનરની સામે એક મહિલા હાથ જોડીને ઉભી છે.

ફોટો જોઈને CRPFએ શું લખ્યું?

વાયરલ તસવીરને સીઆરપીએફએ તેના ટિવટર હેન્ડર પર શેર કરી છે. સાથે લખ્યું છે કે, અમને ગર્વ છે કે દેશનો દરેક વ્યક્તિ આજે અમારી સાથે ઉભો છે અમને સપોર્ટ કરી રહ્યો છે. જેનાથી શક્તિ મળે છે.

-જયહિંદ

– CRPFની આ ટિવટને 10 હજાર લોકોએ રીટિવટ કર્યું છે. 43 હજારથી વધુ લોકોએ લાઇક કર્યું છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે રિટિવટ કરતાં લખ્યું, આપ જ દેશના સાચા હિરો છો, જો આપ છો તો અમે છીએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો