પ્રચાર કરવા માટે કાર્યકર્તાઓ અને નેતાઓ ક્યારેક એવું કરી બેસે છે જેમાં પ્રચાર અપીલ કરતા ફજેતી વધારે થાય છે. ઘણી વખત બોલવામાં જીભ લપસે છે તો ક્યારેક પ્રચારમાં એવી વસ્તુઓનો ઉપયોગ કરી બેસે છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હોય. ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. તા.3 ઑક્ટોબરના રોજ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવવાની છે. આ માટે ઉમેદવારો તથા કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને આ વખતે ભાજપના કાર્યકર્તાઓએ હદ વટાવી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ દરમિયાન ગાંધીનગરના વૉર્ડ નં.5માં ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન એક કૂતરાને ભાજપનો ખેસ પહેરાવીને પ્રચાર હેતું ફેરવવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. અમુક કાર્યકર્તાઓ સસ્તી પ્રસિદ્ધિ માટે કુતરાનો સહારો લઈ રહ્યા છે. કોર્પોરેશનની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન ગાંધીનગરમાં ચાલી રહ્યું છે. ચૂંટણી બાદ ભલે ઉમેદવાર એક વખત પણ શેરીમાં ન ડોકાય પણ અત્યાર ઘરે ઘરે જઈને પ્રભાવ પાડી રહ્યા છે.
ડોર ટુ ડોર પ્રચાર અભિયાનમાં ઉમેદવારો કાર્યકર્તાઓ સાથે દરરોજ દસ કિમીથી પણ વધારે ફૂટવર્ક કરી રહ્યા છે. આ સ્થિતિમાં ભાજપ તરફથી સસ્તી પ્રસિદ્ધિ માટે કૂતરાનો ઉપયોગ થતા બીજા કાર્યકર્તાઓ નારાજ થયા છે. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન વોર્ડ નં. 5માં ઉમેદવાર સાથે કાર્યકર્તા કૂતરાને લઈને આવ્યા હતા. જેમાં તેણે કૂતરાને પણ ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો.
કોર્પોરેશનમાં બેઠક પર સફળતા પ્રાપ્ત કરવા માટે ભાજપ દ્વારા નવ નિયુકત મંત્રીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવેલી છે. ભાજપના પૂર્વ મેયરો તેમજ કાર્યકરો સાથે મેરેથોન મિટિંગ યોજી કોર્પોરેશન ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી જીત હાંસલ કરવાં માટેની ટિપ્સ આપી ચોક્કસ દિશામાં પ્રચાર નીતિ નક્કી કરવામાં આવી હતી. ગાંધીનગરમાં આ ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ અને બેઠકની સીઝન શરૂ થઈ ગઈ છે. ભૂતકાળમાં પણ ગાંધીનગર કોર્પોરેશન માટે ભાજપે કેટલાક જાણીતા લોકોને જવાબદારી સોંપી હતી. કોર્પોરેશન ચૂંટણી જીતવી પણ નવા મંત્રીઓ માટે એક પડકાર જનક કામગીરી છે. જોકે, મુખ્યમંત્રીએ મુલાકાત કર્યા બાદ બેઠકો વધી ગઈ છે. કાર્યલય પર કાર્યકર્તાઓની ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ ઉમેદવારો વૉર્ડ ટુ વૉર્ડ ફરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..