ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સમયાંતરે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરતા રહે છે. તાજેતરમાં એમણે કરેલું એક ટ્વિટ ચર્ચામાં છે. જેમાં એક શખ્સ ભંગારમાં અપાયેલી વસ્તુમાંથી ફોર વ્હીલ કાર દોડાવી રહ્યો છે. એના ટેલેન્ટને ધ્યાને લઈને ઉદ્યોગપતિએ એના વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા પર દરેક યુઝર આવું ટેલેન્ટ જોઈને ચોંકી ગયા છે. ખુદ આનંદ મહિન્દ્રાએ આ શખ્સના વખાણ કર્યા છે.
યુટ્યુબ ચેનલ Historicanoના રીપોર્ટ અનુસાર ભંગારની વસ્તુઓમાંથી મસ્ત જીપ તૈયાર કરનાર શખ્સના વખાણ કર્યા છે. આ શખ્સ મૂળ મહારાષ્ટ્રનો છે. એનું નામ દત્તાત્રેય લોહાર છે. જે ઓછું ભણેલો હોવા છતાં પોતાના દીકરાની ઈચ્છાઓની પૂર્તિ કરી રહ્યો છે. આ માટે તેણે રૂ.60,000નો ખર્ચો કરીને આ અનોખી ગાડીનું નિર્માણ કર્યું છે. જીપ જેવી દેખાતી ગાડીમાં કીક સ્ટાર્ટ છે. જે સામાન્ય રીતે ટુ વ્હીલર્સમાં જોવા મળે છે. આનંદ મહિન્દ્રાએ જ્યારથી આ વીડિયો શેર કર્યો છે. ત્યારથી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Local authorities will sooner or later stop him from plying the vehicle since it flouts regulations. I’ll personally offer him a Bolero in exchange. His creation can be displayed at MahindraResearchValley to inspire us, since ‘resourcefulness’ means doing more with less resources https://t.co/mibZTGjMPp
— anand mahindra (@anandmahindra) December 22, 2021
મહિન્દ્રાએ 45 સેકન્ડની એક વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં લોહારા જોવા મળી રહ્યા છે. એવું પણ જોવા મળ્યું છે કે, કેવી રીતે ફોર વ્હીલ લઈને જઈ રહ્યા છે. આ વીડિયો શેર કરતા આનંદ મહિન્દ્રાએ એવું લખ્યું કે, સામાન્ય રીતે તો આ કોઈ નિયમ પર બંધ બેસતું નથી. પણ આપણા લોકોની સરળતા વધુ ને વધુ ક્ષમતાના વખાણ કરવાનું ક્યારેય બંધ કરીશ નહીં. મહિન્દ્રાએ આગળ એવું લખ્યું કે, સ્થાનિક અધિકારી તાત્કાલિક અથવા પછીથી આ શખ્સના વાહન હંકારતા રોકશે. કારણ કે તે નિયમોનું ઉલ્લંઘન કરે છે. હું વ્યક્તિગત રીતે આ વ્હીકલ્સના બદલામાં બોલેરો આપીશ. અમને પ્રેરણા આપવા માટે એ વ્યક્તિની ડીઝાઈન MahindraResearchVallyમાં પ્રદર્શિત કરી શકાય છે. કારણ કે રીસર્ચનો અર્થ છે ઓછા સાધનોમાં વધુ કરી બતાવવું. જોકે આનંદ મહિન્દ્રા આવા અનેક વીડિયો તથા ફોટો શેર કરીને સમયાંતરે ચર્ચાતા રહ્યા છે. જે બીજા યુવાનોનો વિચાર દ્રષ્ટિકોણ પણ બદલે છે.
આ વીડિયો અત્યાર સુધીમાં 3 લાખથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે. વીડિયો પર 15000થી વધારે લાઈક્સ આવી છે. લોકો વીડિયો પર દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. આનંદ મહિન્દ્રા આવી ઈનોવેટિવ વસ્તુઓના પ્રશંસક રહ્યા છે. જ્યારે કોઈ આવા આઈડિયા દેશમાંથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે તેને તેઓ પ્રમોટ કરતા રહે છે. આ પહેલા તેઓ અનેક વખત જુગાડ કહી શકાય પણ ખરા અર્થમાં નવા આઈડિયા હોય એને પ્રમોટ કરતા રહ્યા છે. તો ખેલાડીઓથી લઈને નવા સ્ટાર્ટઅપ કરનારાને પ્રોત્સાહન આપતા રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..