આણંદ જિલ્લાના છેવડાએ આવેલ ઉમેરઠ તાલુકાના ભરોડા ગામની વસ્તી 5 હજારની છે. તેમ છતાં ગામમાં શહેર જેવી તમામ સુવિધા ધરાવે છે. નાનકડા ગામમાં તમામ માર્ગો પર આસીસી રોડ, ગટર, વીજળીની તમામ સુવિધા ધરાવે છે. તેમજ ગામના વિદેશમાં રહેતા પરિવારો સામાજીક, ધાર્મિક પ્રસંગો અને રોજેરોજની હિલચાલ વિદેશમાં ઘેર બેઠા નિહાળી શકે તે માટે ડીજીટલ ટેકનોલોજીથી સજજ કરવામાં આવ્યું છે, જે માટે ગામમાં 95 સીસીટી કેમરો લગાવવામાં આવ્યા છે.
ગામના પ્રવેશદ્વારા પાસે ટાવર બનાવવામાં આવેલ છે જે ગામની શોભામાં વધારો કરે છે. નાનકડુ ગામ સ્વચ્છ નિર્મળ છે. ભરોડા ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.ગામના ખેડૂતો વૈજ્ઞાનિક પધ્ધતિ ખેતી કરીને સારી આવક મેળવી શકે તે માટે યુવા ટેકનોક્રેગ ફાર્મ કમિટી નેજા હેઠળ લાલ મરચાની ખેતી કરીને વર્ષે 4 કરોડની આવક મેળવે છે.
આ ઉપરાંત તમાકુ અને કેળની ખેતી ગામના મુખ્ય પાક છે.ગ્રામજનોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે નજીવા દરે મીનરલ વોરટની સુવિધા ઉપલબ્દ કરવામાં આવી છે. તેમજ સામાજીક પ્રસંગે ગામ તથા બાજુન ઓડ ગામે પણ મીનરલ વોટર પૂરૂ પાડવામાં આવે છે.દાતાઓના સહયોગથી છેલ્લા વીસ વર્ષથી પાણી વેરો લેવામાં આવતો નથી.તેમજ આરોગ્ય સુવિધા માટે પીએચસી કેન્દ્ર આવેલ છે.
આણંદ જિલ્લાના છેવડાએ આવેલ ઉમેરઠ તાલુકાના ભરોડા ગામની વસ્તી 5 હજારની છે
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
સાભાર- દિવ્યભાસ્કર