સુરત સામૂહિક આપઘાતઃ એક જ પરિવારની ત્રણ અર્થીથી શોકની કાલિમા

સુરતઃ સરથાણા વિસ્તારમાં 12માં માળેથી દંપતિએ માસૂમ બાળકને ખોળામાં લઈને કુદી ગયું હતું. આ સામૂહિક આપઘાતથી શહેરભરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ત્યારે વહેલી સવારે સર્જાયેલી કરુણાંતિકા બાદ બપોર બાદ ત્રણેયના મૃતદેહ ઘરે લઈ આવવામાં આવ્યાં હતાં. ત્યારે આસપાસના વિસ્તારમાં શોકની કાલિમાં ફેલાઈ ગઈ હતી. અને ઉદાસ ચહેરાઓ એકબીજા સામે પ્રાણોની આહુતિ દેનારા પરિવારની વ્યથાના પ્રશ્નો પુછતાં હતાં.

દેવાના ડુંગર નીચે દબાઈ આપઘાત

સરથાણા વિસ્તારમાં મજેસ્ટીકા ઈમારતમાં રહેતાં વિજયભાઈ વઘાસીયાએ દેવાના ડુંગર નીચે દબાઈને 12માં માળેથી પત્ની અને બાળક સાથે પડતું મુક્યું હતું. આપઘાતના સમાચાર વાયુવેગે શહેરભરમાં પ્રસરી જતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ આર્થિક સંકડામણના કારણે વિજયભાઈએ જીંદગીના જંગ સામે હારી જવું પડ્યાની વિગતો પોલીસને હાથ લાગી હતી. પોલીસને આશંકા છે કે, વિજયભાઈને આર્થિક રીતે કોઈ કનડગત થઈ રહી હોવાથી તેમણે સમગ્ર પરિવાર સાથે મોતને વહાલું કર્યું હતું.

મૃતદેહ જોઈએ ભલભલાની આંખમાં આવ્યાં આંસૂ

સૌરાષ્ટ્ર સુધી રેલાયો શોક

વઘાસિયા પરિવારના યુવાન વિજયભાઈ અને તેમની પત્ની રેખા સાથે વીર નામના માસૂમે મોતને વ્હાલું કરી લીધું હતું. હસતી રમતી જીંદગી એકા એક વ્યાજના વિષચક્ર નીચે કચડાઈ મરવા મજબૂર બની હતી. આ સમાચાર વિજયભાઈના વતન અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂના વાઘણીયા ગામે પહોંચ્યા હતાં. ત્યાં પણ મિલનસાર સ્વભાવ ધરાવતાં વિજયભાઈના મોતના મેલાએ સમગ્ર ગામને હિબકે ચડાવ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર