ઘરના સભ્યની જેમ ઉછેરે છે વાછરડીને
દેશમાં જ્યા ગૌરક્ષા અને ગૌભક્તિ પર ગંભીર ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં આવા એક ગૌભક્ત છે જે ત્રણ મહીનાની વાછરડીને પોતાનાં ઘરમાં આવવા દે છે, લિફ્ટમાં લઇ જાય છે, તેનું છાણ સાફ કરે છે. એટલુજ નહીં પરંતુ તેને પોતાનાં પલંગમાં પણ સુવડાવે છે.
વિજય પરસાણા વાછરડીને પોતાની દીકરી માને છે
આ ગૌભક્ત છે ગુજરાતમાં ફિટનેસ સેન્ટર્સની ચેઇનના માલિક 44 વર્ષના વિજય પરસાણા. આગળની સ્લાઇડમાં જુઓ વિજય વાછરડી સાથે કેવો લાડ લડાવે છે. પરસાના વાછરડીને પોતાની દીકરી માને છે. તેમણે તેનુ નામ સરસ્વતી રાખ્યુ છે.
પોતાની સાથે પલંગ પર પણ સુવડાવે છે
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં તેમનો ફ્લેટ છે. સપ્તાહમાં ત્રણ વખત સરસ્વતીને ફ્લેટ પર લઇને આવે છે. અને પોતાનાં પલંગ પર પણ સુવડાવે છે. પરસાણા મુજબ, તે ગાય બાબતે લોકો વધારે જાગૃત થાય તે માટે આમ કરે છે.
વાછરડી માટે એસયુવી કારને પણ મોડીફાઇ કરાવી
પરસાણાના પરિવારમાં ત્રણ પેઢીઓથી ગાય પાળવામાં આવે છે. હવે સરસ્વતી તેમના જીવનનો મહત્વનો અંગ છે.
પરસાણાના પડોશી પણ વાછરડાને લાડ લડાવે છે
વાછરડીને ઘરમાં રાખવાથી પડોશીઓને કોઇ વાંધો નથી પરંતુ પડોશી પણ તેમની જેમ જ સરસ્વતીને લાડ લડાવે છે.
ગાયના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા!
ગયા વર્ષે અગ્રણી ફિટનેસ ચેઈનના માલિક વિજય પરસાના તેમની ગીર ગાય પૂનમાં ધામધૂમથી લગ્ન કરાવવા બદલ સમાચારમાં ચમક્યા હતા. તેમણે પૂનમના લગ્ન ભાવનગરના કોટિયા ગામના બળદ અર્જુન સાથે કરાવ્યા હતા. આ ગાયના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો થયો હતો અને તેમાં ગાયને સાડી અને ગોલ્ડ જ્વેલરી પણ પહેરાવવામાં આવી હતી.
પછી પરસાણા પરિવારે બીજા એક ભવ્ય પ્રસંગનું આયોજન કર્યું હતું. જયારે આ ગાયે વાછરડાને જન્મ આપ્યો ત્યારે તેને વધાવવા માટે એક મોટું ફંકશન યોજાયું હતું. આ વાછરડાનું નામ સરસ્વતી રાખવામાં આવ્યું હતું.
ગૌરક્ષણ માટે જાગૃતિ વધીઃ ગાય મારા માટે કામધેનુ છેઃ
પરસાણા માટે આ તામઝામ અને સેલિબ્રેશન એ શ્રધ્ધાનો વિષય છે. તેઓ જણાવે છે, “મારા માટે પૂનમ કામધેનુ છે અને મેં તેને ધામધૂમથી પરણાવવાનું નક્કી કરી લીધું હતું. જેમણે એ પ્રસંગમાં હાજરી પૂરાવી હતી તે જાણે છે કે કંઈ પણ આડુઅવળુ થઈ શક્યું હોય પરંતુ બધું જ વ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું. તેણે અમારી તેને બાળક થાય તે ઇચ્છા પણ પૂરી કરી છે અને મને સરસ્વતી માટે પણ ખૂબ જ લાગણી થઈ ગઈ છે.”
ધર્મ-જાતિના બંધન વિના ગાય ઉછેરોઃ
પરસાણાના મતે ધર્મ-જાતિના વાડા વિના દરેકે ગાયોનું સંવર્ધન કરવું જોઈએ. તેમણે જણાવ્યું, “આ ઇવેન્ટ અમારુ ગાયો સાથે કેવું જોડાણ છે તે દર્શાવશે. મારું સ્વપ્ન છે કે હું વિવિધ દેશ અને ધર્મના લોકોને ગાયના આશીર્વાદનો અનુભવ કરાવી શકું.”
જુઓ વિડિઓ
આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો…