સૂરતને કર્મભૂમી બનાવનાર આ બિલ્ડરે પોતાની માતૃભૂમિ બોટાદમાં જઈને અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મ દિવસ.
તાજેતરમા બોટાદના વતની એવા વિજય ઇટાલીયા એ પોતાના ૩૪માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બોટાદમાં પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાનગર પસંદ કર્યું. વિદ્યાની નગરી એવી વિદ્યાનગરમાં માધવગુરૂફૂળમાં કાળુ કાકાના પ્રીય વિદ્યાર્થી તરીકે રહીને ૧૧ અને ૧૨મું ધોરણ આર પી ટી પીમાં તથા બી.ઈ ચારૂસેટ, ચાંગામા પૂર્ણ કર્યુ.
માતાપિતાના આર્શીવાદ, સખત પુરૂષાર્થની પ્રેરણા અને સંબંધીઓના સપોર્ટ થી આજે શાલીગ્રામ ગ્રુપના ડાયરેક્ટર છે.
આ અંગે વાત કરતા વિજય ઇટાલીયાએ જણાવ્યું કે પાંચ એપ્રીલ ૨૦૧૮ ના રોજ 3૪મા જન્મદિવસે તેમણે ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોના ઘરે જઈને ફુડ પેકેટની વહેંચણી કરી.આ દરમિયાન બાળકોના ચહેરા પરનું સ્મિત અને ખૂશી હતી તે અદ્વિતીય હતી.
વિજય ઈટાલીયાને આ પ્રેરણા તેમના પિતાશ્રી કાનજીભાઈઅને મોટા ભાઈ સંજયભાઇ પાસેથી મળી, તેઓ અવારનવાર અનાથ આશ્રમમાં, પાંજરાપોળમાં કે નેત્ર ચેકઅપમાં વગેરે જગ્યાએ દાન કરતા હતા.
આ સિવાય વિજયે પોતાના માતાના જન્મ દિવસ પર વૃક્ષારોપણ તથા તેમના બાળકોના જન્મ દિવસ પર ચકલીના માળા તથા રક્ત્ દાન જેવા સમાજસેવા તથા પર્યાવરણ જતનના કાર્ય કર્યા છે.
વિજય ઇટાલીયાનું કહેવું છે કે આપણે જન્મ દિવસના દિવસે પાંચ-દસ હજાર રૂપીયા કેક અને હોટલ પાછળ ઉડાડી દઇએ છીએ, એના કરતા આ રૂપીયાનો સદ્ઉપયોગ કરી ગરીબ બાળકોને સારૂ જમવાનું, પુસ્તકો આપવી વગેરે કરવાથી જે ખૂશી બાળકોના ચહેરા પર હશે, એ તમને જીંદગીભર યાદ રહેશે તથા જીવનમાં ક્યારેક તેઓ નિરાશ હશે ત્યારે તે ખુશ બાળકો સાથેના ફોટા જોશે તો તેમના મૂખ પર સ્મિત આવી જશે અને પોતાના પર ગર્વ થશે.
આ સિવાય વિજયે પોતાના માતાના જન્મ દિવસ પર વૃક્ષારોપણ તથા લક્ષ્મીનારાયણ મીત્ર મંડળની મદદથી તેમના બાળકોના જન્મ દિવસ પર ચકલીના માળા તથા રક્ત્ દાન જેવા સમાજસેવા તથા પર્યાવરણ જતનના કાર્ય કર્યા છે.
અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરનાર વિજય ઇટાલીયાને લાઈક અને શેર કરજો