ફળોમાં થૂંક લગાડી રહેલા મુસ્લિમ લારીવાળાનો વીડિયો વાયરલ થતા પોલીસે કેસ દાખલ કર્યો, દીકરીએ કહ્યું: “પિતા માનસિક રીતે અસ્વસ્થ”

મધ્યપ્રદેશના રાયસેનમાં એક ફળ વેચનાર મુસ્લિમ વ્યક્તિનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમાં ફળ વેચનાર શેરૂ મિંયા તેના ફળો ગોઠવતી વખતે થૂંક લગાડતો દેખાઇ રહ્યો છે. કોરોનાવાયરસના સંક્રમણ વચ્ચે પોલીસે આ વીડિયો પર ગંભીરતા દાખવી હતી. શેરૂ વિરુદ્ધ કલમ 269 અને 270 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે શેરૂ રાયસેનમાં તેના ઘરે છે.

રાયસેનમાં તિપટ્ટા બજાર પાસે ટીન વાળી મસ્જિદ પાસે શેરૂનું ઘર છે. તે ક્યારેક ક્યારેક બજારમાં ફળની લારી ચલાવે છે. તેની દીકરી ફિઝા કહે છે કે પોલીસે પિતાજી પર કેસ દાખલ કરીને તેમની મારપીટ કરી ભગાવી દીધા હતા. વીડિયો વાયરલ થયા બાદ ઘણી જગ્યાએથી ફોન આવી રહ્યા છે. અમે અચાનક ગુનેગાર કેમ બની ગયા ? કોઇએ અમને પૂછ્યું નહીં, પિતાજીની હાલત જોઇ નહીં. અમને સમજાતું નથી કે આવી પરિસ્થિતિમાં આગળ શું થશે?

ફિઝાએ જણાવ્યું કે તેમના પિતાની માનસિક પરિસ્થિતિ ઠીક નથી. લગભગ દસ વર્ષ પહેલા અમારો દૂધનો સારો વેપાર હતો. ઘણા લોકો અમારે ત્યાં કામ કરતા હતા. પિતાજી દિવસમાં ઘણી વખત નોટ ગણતા રહેતા. એ દરમિયાન તેમની તબિયત એટલી ખરાબ થઇ ગઇ કે તેમનું કામ બંધ થઇ ગયું. અમને અમારા નાનાને ત્યાં જવું પડ્યું. વીડિયોમાં જે દેખાય છે તે તેમની નોટ ગણવાની આદતના લીધે છે. તેઓ ઘરમાં પણ આ પ્રકારની હરકતો કરતા રહે છે. જ્યારે તેઓ ટેન્શનમાં હોય છે ત્યારે આવુ કરે છે.

ફિઝાએ કહ્યું કે હવે તેમની તબિયત સારી રહેતી નથી. જ્યારે મન થાય ત્યારે કોઇ દિવસ લારી લઇને ફળ વેચવા લાગે છે. તેમનો જે વીડિયો વાયરલ થયો છે તે દોઢ મહિના જૂનો છે. આ વર્ષે ફેબ્રુઆરીનો કહી શકાય. તેમાં તેમણે જેકેટ પહેર્યું છે. હવે ગરમીની સીઝન છે. માનસિક સ્થિતિ ઠીક ન હોવાથી તેઓ જરાય ગરમી સહન કરી શકતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો