રશિયા દ્વારા યુક્રેન પર સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. યુદ્ધના 4 દિવસ વીત્યા છતાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમને યુક્રેનથી એરલિફ્ટ કરવા માટે ભારત સરકાર દ્વારા ઑપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અનેક વિદ્યાર્થીઓને સ્પેશિયલ ફ્લાઈટથી સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યાં છે. એવામાં અનેક ભારતીયો એવા પણ છે, જેઓ હવે યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર ફસાઈ ગયા છે. જો કે હવે આવા ભારતીયો માટે પોલેન્ડમાં રહેતો ગુજરાતી આગળ આવ્યો છે.
હકીકતમાં મૂળ ઉત્તરસંડાના પરંતુ હાલ પોલેન્ડના વોર્સોમાં રહેતા ગૃહાંગ પટેલ નામના યુવકનો એક વીડિયો સંદેશ સામે આવ્યો છે. જેમાં ગૃહાંગ પટેલ પોલેન્ડમાં ફસાયેલા લોકોને રહેવા તથા જમવાની સગવડ કરી આપવાની ખાતરી આપી રહ્યો છે. વીડિયો ગૃહાંગ જણાવી રહ્યો છે કે, યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીયોને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી સુવિધાઓ સાથે નિ:શૂલ્ક રહેવાનું આશ્વાસન આપી રહ્યો છે. આ સાથે જ ગૃહાંગ ભારતીયો અને ગુજરાતીઓને ચિંતા ના કરવા જણાવી રહ્યો છે.
જણાવી દઈએ કે, છેલ્લા 3 દિવસથી પોલેન્ડ-યુક્રેન બોર્ડર પર ભારતીયો સહિત 300 લોકો ફસાયા છે. જેઓ સ્વદેશ પરત ફરવાની રાહ જોઈ રહ્યાં છે અને અહીં તેમના પરિવારજનો પણ ચિંતિત છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..