રાજસ્થાનના અલવરના ભિવાડીમાં ત્રણ દિવસ પહેલા ગાયના વાછરડા સાથે દુરાચારનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પ્રશાસનમાં હડકમ મચી છે. જાણો આ વિષે વિગતવાર
અલવરના ભિવાડીમાં ત્રણ દિવસ પહેલા ગાયના વાછરડા સાથે દુરાચારનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પ્રશાસનમાં હડકમ મચી છે. ભિવાડી પોલીસ અધિક્ષકના નિર્દેશ પર ટીમ એકત્રિત કરી પોલીસે ચાર અરોપિયોને પકડ્યા છે. સાથે પકડાયેલ આરોપિયો સાથે પોલીસ પૂછતાછ કરી રહી છે. આ કૃત્યમાં બીજું કોણ કોણ શામેલ છે? પોલીસ એ વાતની પણ પૂછતાછ કરી રહી છે.
ગોપાલકનો જીવ લેવાની ધમકી
ગોપાલક ફતેહ મોહમ્મદ 14 ફેબ્રુઆરીના રોજ પોલીસને જણાવે છે કે પોતાના ગામ ચુહડપુરના જંગલોમાં ઢોરને ચરવા માટે છોડાયા હતા. પાછા ફરવા પર તેમણે જોયું કે તેમના જ ગામના અડધા ડઝન લોકોએ એક વાંછરડાના પગ બાંધીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. જ્યારે ફતેહ મોહમ્મદે તમનો વિરોધ કર્યો, તો તેમણે તેમને મારી નાંખવાની ધમકી આપી તથા ત્યાંથી ફરાર થઇ ગયા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી શરુ કરી. પોલીસે આ મામલામાં 4 આરોપિયોને પકડ્યા છે. પોલીસ અધિક્ષક શાંતનુ કુમારના દિશા નિર્દેશ પર પોલીસની સોશિયલ મીડિયા ટીમેં 4 આરોપિયોને અરેસ્ટ કર્યા છે. અન્ય આરોપિયોની ધર-પકડના પ્રયાસો સતત ચાલુ છે.
જે આરોપિયો અરેસ્ટ થયા છે તેમાં 21 વર્ષનો ઝુબેર, 20 વર્ષનો ચુન્ના ઉર્ફ તારીફ, તાલીમ તથા વારિસ શામેલ છે. બધા આરોપિઓ ચૂહડપુર થાના ચોપાનકી ભિવાડીના રહેવાસી છે. કહેવાઈ રહ્યું છે કે બધા આરોપી પોલીસથી બચવા માટે હરિયાણા મેવાતમાં પોતાના સંબંધીઓને ત્યાં છુપાવા જઈ રહ્યા હતા પરંતુ પોલીસની તત્પરતાએ ચારેય આરોપિયોને પકડી પાડ્યા.
ઘટનાના વિરોધમાં પ્રદર્શન
આ ઘટનાને લઈને ઘણા સામાજિક સંગઠનો તથા રાજનીતિક દળોના નેતાઓએ ખૂબ જ વિરોધ જતાવ્યો. અલવરના તિજારામાં હજારો લોકોએ આરોપિયોના અરેસ્ટ તથા ફાંસીની સજા અપાવવા માટે બજાર બંધ રાખી વિરોધ જતાવ્યો તથા કહ્યું કે પોલીસ વહેલી તકે વધેલા આરોપિયોને અરેસ્ટ કરે નહીતર મોટું આંદોલન ઉભું કરવામાં આવશે. જણાવી દઈએ કે હરિયાણા મેવાતથી અલવર જીલ્લો જોડાયેલ હોવાને કારણે અહી અવારનવાર દાણચોરીના મામલાઓ સામે આવતા રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..