ભરતી કૌભાંડની ઓડિયો ક્લીપથી મચ્યો ખળભળાટ, પરીક્ષામાં બેસો ત્યારે ખાલી માઉસ પર હાથ મુકી રાખજો, તમે મેરિટમાં આવી જશો

ઊર્જા વિભાગમાં ભરતીમાં કૌભાંડને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કેવા આક્ષેપ કર્યા ? હવે તમે યુવરાજસિંહે જ જાહેર કરેલી ઓડિયો ક્લીપમાં ઉમેદવારોના ભાવી સાથે મોટા ખેલની વાત

ઊર્જા વિભાગમાં ભરતીમાં કૌભાંડને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કેવા આક્ષેપ કર્યા ? હવે તમે યુવરાજસિંહે જ જાહેર કરેલી એક ઓડિયો ક્લીપને પણ સાંભળો. અને આ ક્લીપ સાંભળ્યા પછી તમે ધ્રુજી ઉઠશો કારણ કે આમાં જે રીતે સેટિંગ વાત કરવામાં આવે છે તે હચમચાવી મુકે તેવી છે. કેવી રીતે લાખો ઉમેદવારના ભાવી સાથે કરાય છે ચેડા ?કેવી રીતે કૌભાંડીઓ કરી રહ્યા છે લાખોનો ખેલ ?

તો યુવરાજસિંહે ઉર્જા વિભાગની ભરતીમાં પરિવારવાદ-સગાવાદનું કૌભાંડ આચરાયું તેવા આક્ષેપ સાથે કેટલાક નામો પણ જાહેર કર્યા….તેમાં દિલીપ ડાહ્યાભાઇ પટેલ, જે ઈટાળા પ્રાથમિક શાળામાં શિક્ષક છે…આ સિવાય દિલીપ પટેલના ભાઇ વિજય પટેલ જે વચેટીયાની ભૂમિકામાં હતા…આ સાથે ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ અને શ્વેત જીતેન્દ્ર પટેલ પણ વચેટિયાની ભૂમિકામાં હોવાનો દાવો કર્યો…તો હેડ ક્લાર્કની પરીક્ષામાં જે પિનાકીન બારોટનું નામ સામે આવ્યું હતું જે પિનાકીન બારોટ ઉર્જા વિભાગની ભરતી કૌભાંડ પણ સંડોવાયેલો હોવાની વાત કરી…અને એક ઓડિયોક્લીપ જાહેર કરી…આ ક્લીપમાં શું છે? સાંભળો તમે…

દિલીપ ડાહ્યાભાઇ પટેલ -શિક્ષક -ઈટાળા પ્રાથમિક શાળા
વિજય પટેલ વચેટિયો
ડૉક્.ધર્મેદ્ર પટેલ વચેટિયો
શ્વેત જીતેદ્ર પટેલ વચેટિયો
પિનાકીન બારોટ >ભાંડનો આરોપી

પિનાકીન બારોટઃ-સુપરવાઈઝર જ્યાં બેસાડે ત્યાં બેસી જવાનું…તમારે જાતે કોઈ જગ્યા બદલવાની નહીં…એક્ઝામ ચાલુ થાય એટલે કે લોગિંગ કરવાનું હોય, પાસવર્ડ તમારે જાતે જ નાંખી દેવાનો.

ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર મળશે 2.50 લાખ રૂપિયાની સબસિડી, જાણો કોને મળશે ફાયદો
મારો નંબર એજ છે, જરૂર પડે તો…: કોરોના વધ્યો તો સોનુ સૂદે ફરી કર્યું એવું એલાન કે દિલ જીતી લીધા
પાવાગઢની પરિક્રમા કરવા જવાના હોય તો આ બાબત જાણી લેજો, નહીંતર ધક્કો થશે

ઉમેદવારઃ-હમ્મ…હમ્મ…
પિનાકીન બારોટઃ-જ્યારે એક્ઝામ ચાલુ થાય ત્યારે તમારે માઉસ પર માત્ર હાથ જ મુકી રાખવાનો .માઉસ હલાવવાનું નહીં…
ઉમેદવારઃ-હલાવાનું જ નહીં.

પિનાકીન બારોટઃ-જ્યારે પ્રશ્નપત્ર કોમ્પ્યુટરમાં દેખાતું હોય ત્યારે.પેપર ચાલુ થશે 4 વાગ્યે…તે વખતે પ્રશ્નપત્ર તમારુ PCમાં દેખાશે તમારે ફક્ત માઉસ પર હાથ મુકી રાખવાનો…હલાવાનું નહીં…માઉસ હલશે તો કામ થશે નહીં…બે કલાક સુધી માઉસ પર હાથ મુકી રાખવાનો…
ઉમેદવારઃ-હમ્મ…હમ્મ…

પિનાકીન બારોટઃ-આપણે કોઈનું ધ્યાન રાખવાનું નહીં…માઉસ પર હાથ મુકી રાખ્યો હશે તો 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાકે તેની જાતે પ્રશ્નોના જવાબ ટિક થવાના ચાલુ થઈ જશે…એ પાંચ મિનિટ પણ થાય અને અડધો કલાક પણ થાય…તેની કોઈ ચિંતા કરવાની નહીં…15-20 પ્રશ્નો ટિક થયા અને પછી 5-10 મિનિટ બંધ થઈ ગયું તો કોઈ ચિંતા કરવાની નહીં…ભલે બંધ રહે પાછુ તેની જાતે ચાલુ થશે.તમારી જાતે ટિક કરવાના નથી…બે કલાક પુરા થશે પછી 95 પ્રશ્નો ટિક થાય, 90 થાય કે 100 થાય…જેટલા હોય તેટલા રહેવા દેવાના…પછી છેલ્લે સબમિટ કરી દેવાનું…

ઉમેદવારઃ-ખાલી સબમિટ જ કરવાનું…
પિનાકીન બારોટઃ-પિનાકીન ભાઈના કોઈ કામ બાકી રહ્યા નથી. અમે એકબીજાના કામ કરીએ છીએ. પરંતુ અમુક વસ્તુઓ તમારા લક ઉપર જાય છે.આપણે જેટકોમાં પણ કામ કર્યું છે…
ઉમેદવારઃ-કર્યું છે…

પિનાકીન બારોટઃ- તમે બન્ને મેરિટમાં આવી જશો તો તમારે જેમાં જવું હોય તેમાં…આપણે એવું નથી કે બન્નેના પૈસા લેવાના છે..

કામ કઈ જ નહિ સાવ નવરો ધૂપ,છતાયે કરોડો કમાય છે..તમે પણ આ કરી શકો છે, આ કરવું પડશે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો