જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે થયેલા ફિદાયીન હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલામાં જે જવાનો બચી ગયા હતા તેમાંથી મધ્ય પ્રદેશના એક જવાનનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં જવાન માંડ માંડ બચ્યા હોય તેવું જોવા મળે છે.
CRPFના આ હુમલામાં સતના જિલ્લાના ગોવરાવ ગામના નિવાસી નથ્થુલાલ ચૌધરી પણ સામેલ હતા. તે પાંચ નંબરની બસમાં મુસાફરી કરી રહ્યાં હતા. બ્લાસ્ટ થયા બાદ નત્થુલાલને સામાન્ય ઇજા થઈ હતી. આ ઘટનાની તસવીરો અને વીડિયો બહાર આવ્યા છે. આ વીડિયો કોઈ જવાનના ફોનમાંથી રેકોર્ડ કરવામાં આવ્યો છે.
આ ઘટનાનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમા મધ્ય પ્રદેશના સતનાના જવાન માંડ-માંડ બચ્યા હતા.
ગુરૂવારે CRPFના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. તમામ લોકોની એક જ માંગ છે કે પાકિસ્તાન પાસેથી બદલો લેવામાં આવે.
રવિવારે બપોરે જ CRPF દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. આ એડવાઇઝરીમાં CRPFએ ચેતાવણી આપી છે કે પુલવામાં હુમલાના નામે ખોટી તસવીર અને વીડિયો શેર, લાઇક, કે પ્રસારિત કરવા નહીં અને જોઈ કોઈ કરશે તો તેમના પર કાર્યવાહી થશે. આ સ્થિતિમાં આ હુમલાના અનેક વિઝ્યુઅલ અને ફોટોગ્રાફ્સને શેર કરતા પહેલાં ચેતવું આવશ્યક છે.
Source ~ News18 Media
આ પણ વાંચો –
શહીદોને નમન, Bharat Ke Veer એપ પર તેમના પરિવારો માટે કરો ડોનેશન