છાણથી મળેલા આઇડિયાથી શરૂ કર્યો બિઝનેસ, હવે દર મહિને કમાય છે 4 લાખ

આઇડિયા મોટાભાગના લોકો પાસે હોય છે પરંતુ તેને બિઝનેસમાં બદલવાની હિમ્મત ઘણા ઓછા લોકો કરે છે. અને કેટલાક એવા પણ લોકો છે જે પોતાના યૂનીક આઇડિયાથી બિઝનેસ શરૂ કરી લાખોની કમાણી કરતા હોય છે. આવા જ એક વ્યક્તિ છે ગુરશરણ સિંહ, જેમણે લીકથી હટીને બિઝનેસ શરૂ કર્યો અને આજે તે દર મહિને 4 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે.

પંજાબના રહેવાસી ગુરશરણ સિંહ સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે, એગ્રીકલ્ચરમાં માર્કેટિંગ મેનેજમેંટ કર્યા બાદ તે એક ફાર્મમાં નોકરી કરવા લાગ્યા. શરૂઆતથી જ પોતાનો કોઇ બિઝનેસ શરૂ કરવાની ઇચ્છા હતી. પરંતુ કોઇ આઇડિયા મળતો ન હતો. તે સમયે તેમણે જોયું કે સરકાર ખેડુતોને જૈવિક ફર્ટિલાઇઝરનો યુઝ વધારવા અને ફર્ટિલાઇઝરના વધારે ઉપયોગથી ખેતરોને બંજર થવાથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ફર્ટિલાઇઝરમાં નાઇટ્રોજનની માત્રા વધારે હોય છે. અને છાણમાં પણ નાઇટ્રોજન હોય છે. અહીંથી જ તેમને બિઝનેસનો આઇડિયા મળ્યો અને શુભક્રમણ વર્મીકમ્પોસ્ટની શરૂઆત થઇ. આજે તેમની કંપનીનું ટર્નઓવર 50 લાખ રૂપિયા વાર્ષિક છે.

છાણથી બને છે વર્મીકમ્પોસ્ટ
વર્મીકમ્પોસ્ટને બનાવવામાં છાણનો ઉપયોગ વધારે થાય છે. તે સિવાય ખરાબ પત્તા, સ્ટ્રા સહિતને છાણમાં મિક્ષ કર્યા બાદ તેમા અળસિયા નાખવામાં આવે છે. અળસિયાના અપશિષ્ટ વર્મીકમ્પોસ્ટથી ઓળખાય છે. તેમની પાસે વધારે જાનવર ના હોવાના કારણે તે આસ-પાસના ગામમાંથી છાણ ખરીદે છે. તે જણાવે છે કે 35 ક્વિંટલ છાણની એક ટ્રોલી ખરીદવા પર 1500 રૂપિયાનો ખર્ચ આવે છે. છાણમાં 40થી 50 ટકા વોટર કન્ટેટ હોય છે. તેમાથી 17-18 કિલો છાણ મળે છે. એક ટ્રોલીને બનાવવામાં 1200થી 1500 રૂપિયાનો ખર્ચ આવે છે અને કમ્પોસ્ટ 70થી 90 દિવસોમાં તૈયાર થાય છે.

સરકારી સંસ્થાથી મળી મદદ 
ગુરશરણ જણાવે છે કે, વર્મીકમ્પોસ્ટ બનાવવાનો આઇડિયા મળ્યા બાદ તેની શરૂઆત કેવી રીતે થાય, તે વિષય પર થોડી મુશ્કેલી હતી. મુશ્કેલી દૂર કરવા માટે મેં સરકારી સંસ્થા નાબાર્ડથી મદદ લીધી. આ સંસ્થાથી પ્રશિક્ષણ મળ્યા બાદ મે વર્મીકમ્પોસ્ટ બનાવવાનું યુનિટ લગાવ્યું.

લોન લઇને કરી શરૂઆત 
વર્મીકમ્પોસ્ટનું યુનિટ લગાવવા માટે તેમની પાસે પૈસા ન હતા. શરૂઆતમાં તેમણે 1.75 લાખ રૂપિયાની લોન લીધી. પરંતુ તેમા કોઇ સબસિડી મળી નહોતી. તે સમયે તેમને જાણ થઇ કે સરકાર આવી યુનિટ શરૂ કરનારને સબસિડી પણ આપે છે. તો તેમણે એક બેન્કથી 5 લાખ રૂપિયાની લોન લીધી જેમા તમને 36 ટકા સબસિડી મળી. એક જાણકારે તેમને એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેંટ એજન્સી (એટીએમએ) વિશે જણાવ્યું, જ્યાં ખેતીમાં ઉપયોગ થનારી નવી-નવી ટેક્નોલોજી વિશે જાણકારી મળી.

વાર્ષિક 3000 ક્વિંટલ વર્મીકમ્પોસ્ટ કરે છે તૈયાર 
ગુરશરણનું કહેવું છે કે, તે વાર્ષિક 2500થી 3000 ક્વિંટલ વર્મીકમ્પોસ્ટને સપ્લાય કરે છે. તે 500 રૂપિયા પ્રતિ ક્વિંટલના હિસાબથી વર્મીકમ્પોસ્ટ બજારમાં વેચે છે. તે વાર્ષિક અંદાજિત 50 લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે. હાલમાં તેમનો વર્મીકમ્પોસ્ટનો બિઝનેસ પંજાબ સુધી જ સીમિત છે. પરંતુ તે હિમાચલ પ્રદેશ અને શ્રીનગરમાં બિઝનેસ વધારવાની વાત કરી રહ્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

ખેડુ