દિવાળીના તહેવારમાં સસ્તાના નામે ગઠિયાઓ ગમે તે પધરાવી જાય તેવા કિસ્સા બહાર આવ્યા છે. વસ્ત્રાપુર વિસ્તારમાં મોંઘી ગણાતી બદામ ફક્ત રૂ.200ના કિલો લેખે વેચાવા આવતા લોકોએ ખરીદી હતી. જો કે આ બદામ આખી હતી અને ઘરે જઈને લોકોએ તોડી તો તે કડવી વખ નીકળી હતી. બાદમાં લોકો ટેમ્પાવાળાને શોધવા નીકળ્યા પરંતુ તે પોબારા ભણી ગયો હોય લોકોના પૈસા પડી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
દિવાળીના તહેવારમાં લોકો સસ્તુ ખરીદવા માટે નીકળતા છેતરાવાનો વારો આવતો હોય છે. ગુરુવારે શહેરના પોશ એવા વસ્ત્રાપુર વિસ્તારમાં ટેમ્પામાં ડ્રાયફ્રુટ વેચાણ કરવા વેપારી આવ્યા હતા. જેમાં આખી બદામ રૂ.200ની કિલો કહેતા લોકો ખરીદી કરવા માટે ઉમટી પડયા હતા. ટેમ્પાના વેપારી લોકોને બદામ તોડીને ખવડાવે તો મીઠી નીકળતી હતી. વસ્ત્રાપુર વિસ્તારમાં જ ટેમ્પામાં આવેલા વેપારીએ આશરે 300 કિલોથી વધુ આખી બદામ વેચાણ કરીને નીકળી ગયો હતો.
બીજી તરફ આખી બદામ ખરીદી કરનારે ઘરે જઈને એક પછી એક બદામ તોડીને ખાવા જતા કડવી નીકળી હતી. જેથી જેણે જેણે બદામ ખરીદી હતી તેઓ બદામ વેચવા આવેલા ટેમ્પાવાળાને શોધવા નીકળ્યા હતા અને કહેવા લાગ્યા કે, આજે ઉલ્લુ બની ગયા. દિવાળી માટે બદામ ખરીદી હતી તે બદામ કડવી નીકળી. જો કે, ટેમ્પો ચાલક રૂ.200 કિલોના ભાવે 300 કિલો આખી બદામ વેચાણ કરીને ચાલ્યો ગયો હતો. જયારે બદામ ખરીદનારા કહે છે કે અમે છેતરાયા, હવે કદી રસ્તા ઉપરથી સસ્તી વસ્તુ મળે તો ખરીદીશું નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..