રાજ્યના બજેટમાં એક નવી પહેલના રૂપમાં ગાય પાળીને ગાય આધારિત ખેતી કરનારાઓને એક ગાય દીઠ નિભાવ ખર્ચ પેટે માસિક વાર્ષિક 10,800 રૂપિયાની સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે, ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામના ખેડૂત અને પશુપાલક વનરાજસિંહ દેશી ઓલાદની ગાયોનું પાલન કરે છે અને ખેતીમાં ગાયનું ગોબર અને ગૌમૂત્ર વાપરીને પ્રાકૃતિક ખેતી કરે છે. 2008માં એક ગાયથી શરૂઆત કરી હતી અને આજે એમની પાસે દેશી, ગીર ઓલાદની 110 જેટલી ગાયો છે.
મારુ સૂત્ર છે કે, જે પાળે ગાય એની ગરીબી જાય
વનરાજસિંહે જણાવ્યું હતું કે, આ યોજનાથી દેશી ગાયોનું પશુપાલન વધશે. મારુ સૂત્ર છે કે, જે પાળે ગાય એની ગરીબી જાય અને આ યોજના માત્ર દેશી ગાયોની છે એટલે ભારતીય નસલની ગાયોનું પશુપાલન પ્રોત્સાહિત થશે. ગોપાલન અને ગાય આધારિત ખેતી અઘરી અને ખાસ વળતર આપનારી નથી એ માન્યતા ભ્રામક છે. હું ગાયોના દૂધ-ઘીની આવક મેળવું છે અને ખેતીમાં ખાતર અને જંતુનાશક તરીકે ગૌમૂત્ર અને ગોબર વાપરીને લગભગ શુદ્ધ-પ્રાકૃતિક ખેતી કરું છું.
ગૌમૂત્ર અને ગોબરમાંથી હું ઘન અને પ્રવાહી જીવામૃત બનાવું છે
વનરાજસિંહે જણાવ્યું હતું કે, ગૌમૂત્ર અને ગોબરમાંથી હું ઘન અને પ્રવાહી જીવામૃત બનાવું છે, જે ખુબ સારા ખાતરનું કામ કરે છે.એને ગૌમૂત્રમાં આંકડો, લીમડો, ધતુરો જેવી કડવી વનસ્પતિઓ ભેળવી પ્રવાહી જીવામૃત બનાવું છું, જે અસરકારક જીવાત નિયંત્રણમાં ઉપયોગી છે. મને લાગે છે કે ગાય આધારિત ખેતી એ ખર્ચ વગરની ખેતી છે. મારી ખેતીમાંથી ઘાસ ચારો મળે છે જે ગૌપાલનમાં ઉપયોગી છે તો ગાયોનું ગોબર અને મૂત્ર, ખાતર અને જંતુનાશક દવાઓનો ખર્ચ ઘટાડે છે.
ગાય ગુણોનો ભંડાર છે એના ઘી-દૂધથી આરોગ્ય સચવાય છે
તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, ગાય ગુણોનો ભંડાર છે એના ઘી-દૂધથી આરોગ્ય સચવાય છે અને ગૌમૂત્ર અને ગોબરથી જમીન સચવાય છે. હાલમાં તેમની 30 જેટલી ગાયો દૈનિક 150 લીટર જેટલું દૂધ આપે છે. તેમની ગૌશાળાના સાત્વિક દૂધના ગ્રાહકો વડોદરામાં છે અને તેઓ તેમને નિયમિત ઘેર બેઠા ગૌ દૂધ પહોંચાડે છે. એમની પંચગવ્યો આધારિત ખેતીના ઉત્પાદનો બજાર ભાવ કરતાં ઊંચી કિંમતે વેચાય છે. ગુજરાતના રાજ્યપાલ કુદરતી ખેતી અને ગૌપાલનના હિમાયતી છે. તાજેતરમાં તેમના હસ્તે વનરાજસિંહનું ગૌપાલક કૃષિકાર તરીકે સન્માન થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..