કોરોના કાળમાં (coronavirus time) પરિવારમાં થયેલા મોત કોઈ રોગને કારણે નહીં પરંતુ ઘરમાં વસતા ભૂત પ્રેત અને મેલી આત્માને કારણે થયાં હોવાનો ડર બતાવી એક ઠગ તાંત્રિક ટોળકીએ (tantrik gang) વાપીમાં એક કારના શોરૂમના મેનેજર (Car showroom manager) પાસેથી સાડા 21 લાખ રૂપિયાથી બધું પડાવી લીધા હોવાનો ચોંકાવનાર બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોકે ભોગ બનેલાએ વહેલી તકે પોલીસનો સંપર્ક કરતાં વલસાડ જિલ્લા એલસીબીએ (valsad jilla LCB) લોકોને ઘરમાં ભૂત પ્રેત અને ડાકણના વાસવાનો દર બતાવીએને વિધિના બહાને લાખો રૃપિયા ઉસેટતી એક કથિત તાંત્રિકની ધરપકડ કરી (tantrik arrested) સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કથિત તાંત્રિકની આગવી ઢબે પુછપરછ હાથ ધરતાં આગામી સમયમાં આ તાંત્રિક ટોળકીએ આચરેલા અન્ય કારનામાઓ પણ બહાર આવવા ની શક્યતા જોવાઇ રહી છે.
બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના વાપીના બલીઠાના આસ્થા આવાસ ત્રિવેણી સોસાયટીમાં રહેતા અને એક કારના શોરૂમમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા નિલેશ મેરવાન નામના એક વ્યક્તિના પરિવારમાં કોરોના સમયે પ્રથમ તેમના પિતાનું મોત થયું હતું. અને ત્યારબાદ તેમના માતાનું પણ મોત નીપજ્યું હતું. પરિવારમાં થોડાક સમયમાંજ એક સાથે બે મોત થતાં પરિવારજનો આઘાતમાં હતા. એવા સમયે નિલેશ મેરવાનના મૃતક પિતાના મોબાઈલ પર રુદ્ર માલવીય મહારાષ્ટ્ર નામના એક વ્યક્તિ નો ફોન આવ્યો હતો.
પોતે તાંત્રિક હોવાનું ફોન પર વાત કરતા રુદ્ર મહાલય મહારાજ નામના વ્યક્તિએ નિલેશ ભાઈને તેમના માતા પિતાનું મોત કોઈ રોગને કારણે નહીં.. પરંતુ તેમના ઘરમાં ભૂત પ્રેત અને અન્ય મેલી વિદ્યાનો વાસ હોવાનો ડર બતાવ્યો હતો. રુદ્ર માલવીય નામના વ્યક્તિએ ફોન પર એ પણ જણાવ્યું હતું કે જ્યારે નીલેશ મેરવાન ના પિતા જીવિત હતા. એ વખતે પણ તેઓએ તેમને ઘર માં પ્રેત નો વાસ હોવાનું જણાવ્યું હતું. અને વિધિ કરવા કહ્યું હતું પરંતુ તેઓએ ન માનતા ભૂત પ્રેત એ બંને નો ભોગ લીધો હતો . તેવો ડર બતાવ્યો હતો.
અને તેમના પિતાની જેમ હવે તેઓ પણ જો વિધિ નહીં કરાવે તો. ઘરમાં વધુ એક સભ્યનું મોત થશે. અને હવે પરિવારમાં પુત્રનું પણ ટૂંક સમયમાં મોત થશે તેવો ડર બતાવ્યો હતો. અને જો ઘરમાં આવનાર આફતને રોકવી હોય તો. હવે તાંત્રિક વિધિ કરાવવી જ પડશે.આવો પણ ઉપાય બતાવ્યો હતો ..આથી થોડાક સમયમાંજ માતા પિતાને ગુમાવનાર નીલેશ મેરવાન એ હવે પરિવારના કોઈ અન્ય સભ્ય નું મોત ન થાય તેવું ઇચ્છતા હતા.
આથી આ ભગત ભુવા અને તાંત્રિકની વાતોમાં આવી અને વિધિ કરવા તૈયારી દર્શાવી હતી. આથી રુદ્ર મહારાજ અને તેમના અન્ય એક સાગરિત હજૂરનાથ ઉર્ફે કમલગીરી દાડમનાથ મદારી મહારાજ નામના બે કથિત તાંત્રિક ઘરે આવ્યા હતા. અને વિધિના બહાને અવારનવાર નિલેશ મેરવાન નામના વ્યક્તિ પાસેથી રોકડ સાડા 14 લાખ રૂપિયા પડાવ્યા હતા. અને ત્યારબાદ દાગીના પર પણ વિધિ કરવા કરવી પડશે. તેવું જણાવી અંદાજે સાડા સાત લાખની કિંમતના દાગીના અને રોકડ રકમ એક પેટીમાં મૂકી અને દીવા ધૂપ કર્યું હતું.
અને ત્યાર બાદ પરિવારજનોએ જણાવ્યું હતું કે. જો આ પેટી તેમને પૂછ્યા વિના ખોલશે તો. દાગીના રાખ થઈ જશે અને તમામ દોલત ગુમાવવી પડશે તેવો પણ ડર બતાવ્યો હતો. આથી પરિવારજનો થોડા દિવસ દાગીનાની પેટી ખોલી ન હતી. પરંતુ ત્યારબાદ પરિવારના સભ્યોને આ શંકા જતા તેઓએ પેટી ખોલતા અંદરથી દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. આથી પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા.તેઓએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદ મળતા વાપી ટાઉન પોલીસ અને વલસાડ જિલ્લા એલસીબી પોલીસ આ ઠગ તાંત્રિકને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. અને ગણતરીના દિવસોમાંજ વલસાડ જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી અને લોકોના ઘરમાં ભૂત પ્રેતની હાજરી હોવાનો ડર બતાવી અને તાંત્રિક વિધિના બહાને લાખો રૂપિયા પડાવતી કથિત તાંત્રિક ગેંગના હજૂરનાથ ઉર્ફે ગીરી દાડમનાથ મદારી મહારાજ નામના આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો. પકડાયેલ આરોપી ની આગવી ઢબે પુછપરછ શરૂ કરતાં.. પોલીસને આગામી તપાસમાં આ તાંત્રિક ગેંગે આચરેલા અન્ય કારનામાઓ ના ભેદ પણ ઉકેલ આવવાની શકયતા જોવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..