ચકલીની પ્રજાતિ બચાવવા વીરનગરનાં વધાસીયા પરિવારનું પ્રેરણારૂપી કાર્ય, ચકલીના માળા વાળી 1000 કંકોતરી વિતરણ કરી

અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે આટકોટથી પાંચ કિલોમીટર દૂર આવેલ વિરનગરમાં વધાસીયા ખેડૂત દંપતિએ પોતાના પુત્ર અને પુત્રીનાં લગ્નનાં અવસરમાં પક્ષીઓ પ્રત્યે અનોખી પહેલ કરી છે અને પોતાના પુત્ર અને પુત્રીની કંકોત્રીને માળાના બોકસરૂપી બનાવી ચકલીની પ્રજાતિને બચાવવા પ્રેરણારૂપી ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.

વિરનગરમાં રહેતા રમેશભાઈ પ્રાગજીભાઈ વધાસીયાએ તેમના પુત્ર અને પુત્રીનાં લગ્ન હોય અને કંકોત્રી છપાવી હતી પણ પુત્રએ જણાવ્યું હતું કે એવી કંકોત્રી છપાવી કે ચકલીઓને બચાવવામાં કામ આવે જેથી રમેશભાઇએ ચકલીનાં માળા તરીકે ઉપયોગ થાય તે રીતે તૈયાર કરવામાં આવી હતી.

જોવામા લાગે ચકલીનો માળો પણ હકિકતમાં આ છે લગ્નની કંકોતરી

રમેશભાઈ વધાસીયાના પુત્ર અને પુત્રીના લગ્ન તા.9ને શનિવારે હતા. જે માટે 1000 જેટલી કંકોત્રી ચકલીના માળા જેવી છપાવી હતી અને મહેમાનોને આપી હતી. ચકલીઓ લુપ્ત થઈ જાય છે. ત્યારે જેને બચાવવા માટે આ માળો આપના ઘરે લગાડો અને ચકલી બચાવો તેવો સંદેશ અપાયો હતો.

લોકો લગ્ન માં હજારો રૂપિયા ની કંકોત્રી છપાવવા હોય છે જે ને લોકો પ્રસંગ વિત્યા પછી ફેંકી દેતાં હોય છે આવા સમયે આ કંકોત્રીને ચકલીનાં માળા તરીકે ઉપયોગ થાય તે રીતે છપાવી હતી અને અબોલ પક્ષીઓ માટે સેવાનું કામ કર્યું હતું. આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો