વાઘણીયા ગામનાં પટેલ પરિવારનો સામુહિક આપઘાતથી વતનમાં શોક

અમરેલી: બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામના પટેલ પરિવારે આજે સુરતમા આપઘાત કરી લીધાને પગલે તેમના વતન વાઘણીયા અને પટેલ સમાજમા ભારે શોકની લાગણી ફરી વળી હતી. મૃતક પરિવારના કૌટુંબિક ભાઇઓ વાઘણીયામા ખેતીકામ કરે છે. તેમના કહેવા મુજબ આ પરિવાર એકદમ સરળ સ્વભાવનો હતો અને આ ઘટના હજુ ગળે ઉતરતી નથી.

બગસરાના જુના વાઘણીયા ગામના અને હાલમા સુરતના સરથાણા વિસ્તારમા મજેસ્ટીકા હાઇટ્સ નામની બિલ્ડીંગમા રહેતા વિજયભાઇ ચતુરભાઇ વઘાસીયા તથા તેમના પત્નીએ માસુમ પુત્ર સાથે આજે સવારે બિલ્ડીંગના 12મા માળેથી નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. મૃતક વિજયભાઇ સુરતમા જાયન્ટ સહકારી મંડળીના ચેરમેન હતા અને ડિસ્કાઉન્ટ માસ્ટર રેડીમેઇડ શોરૂમના માલિક હતા. તેમના કાકા બાપાના ભાઇઓનો પરિવાર વાઘણીયામા જ રહે છે.

મૃતક વિજયભાઇ ખુબ જ શાંત અને મળતાવડા સ્વભાવના હતા. તેમના બાપા દાદાની વારસાઇ જમીન હજુ પણ વાઘણીયામા છે. બે દાયકા પહેલા તેઓ વતન છોડી સુરતમા ધંધાર્થે સ્થાયી થયા હતા. વિજયભાઇના માતાપિતા પણ તેમની સાથે સુરતમા રહેતા હતા. આ પરિવાર વતનમા સારા નરસા પ્રસંગોએ આવતો હતો. આજે તેમના કુટુંબીજનોને ત્યાં સાંત્વના આપવા મોટી સંખ્યામા લોકો ઉમટી પડયા હતા.

પોસ્ટમાં દર્શાવામાં આવેલ તસ્વીર પ્રતિકાત્મક તસવીર છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર