કરુણાંતિકા: વડોદરાના યુવકનું કેનેડામાં ક્લિફ જમ્પિંગ કરતા ઠંડા પાણીમાં ડૂબી જવાથી મોત, માતા-પિતા ભાંગી પડ્યા

કેનેડા ભણવા ગયેલા વડોદરાના યુવકનો અભ્યાસ પૂર્ણ થતાં તે મિત્રો સાથે ફરવા ગયો હતો અને ક્લિફ જમ્પિંગ રમતાં ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં વડોદરામાં માતા-પિતાએ જમવાનું છોડી દીધું હતું અને ભારે સમજાવટ બાદ બે દિવસ પછી જમવાનું શરૂ કરતાં સ્વજનોએ હાશકારો અનુભવ્યો હતો. શહેરના વારસિયા ઈદ્રલોક સોસાયટીમાં રહેતા અને ઘડિયાળી પોળમાં સાડીની દુકાન ધરાવતા સુનીલભાઈ માખીજાનો મોટો પુત્ર રાહુલ માર્કેટિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કેનેડા ટોરેન્ટો ઓન્ટેરિયો ખાતે ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અભ્યાસ પૂર્ણ થતાં તેણે નોકરી માટે એપ્લાય કર્યું હતું. દરમિયાન મિત્રો સાથે ટોરેન્ટોથી 300 કિલોમીટર દૂર ટોબરમોરી ખાતે ફરવા ગયો હતો 20 ઓકટોબરે મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકો મારવાની રમત શરૂ કરી હતી. દરમિયાન એક મિત્ર યસ કોટડિયા પાણીમાં ઠંડા પાણીને પગલે ગભરાયો હતો, પરંતુ તેના હાથમાં પથ્થર આવી જતાં તેનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ પાણીમાં કૂદેલો રાહુલ તળાવના ઠંડા અને ઊંડા પાણીમાં ગરક થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.

બનાવની જાણ થતાં માતા-પિતાની હાલત કફોડી બની હતી અને માતા પૂજાબેન અને પિતા સુનીલભાઈએ જમવાનું છોડી દીધું હતું. કેનેડાથી કાર્ગો પ્લેન દ્વારા મૃતદેહ વડોદરા લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી. પરંતુ મંજૂરી અને ટેક્નિકલ કારણોથી સમય વેડફાવાનું જણાતાં અન્ય પરિચિતો દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટને જાણ કરાતાં તેઓ પરિવાર પાસે દોડી ગયા હતા અને તેમના પ્રયાસોથી એક દિવસ વહેલો મૃતદેહ વડોદરા આવશે.

જાન્યુઆરીમાં રાહુલે કહ્યું હતું કે હવે 3 વર્ષ નહીં આવું
વડોદરાના ચાર મિત્રો સાથે કેનેડામાં રહેતો રાહુલ જાન્યુઆરી મહિનામાં જ વડોદરા આવ્યો હતો. આગામી સમયમાં નવી નોકરી શરૂ કરવાની હોવાથી અને અભ્યાસ બાદ પૂર્ણ કક્ષાની નોકરી મળવવાનો હોવાથી ત્રણ વર્ષ આવી ન શકાય એમ પરિવારને જણાવી પરત ગયો હતો.

સાંસદે દરમિયાનગીરી કરતાં આજે મૃતદેહ આવી પહોંચશે
દિલ્હીમાં કસ્ટમ, હેલ્થ અને કાર્ગોના ક્લિયરન્સને લીધે મૃતદેહ લાવવામાં એક દિવસ બગડતો હતો. સાંસદ રંજનબેન ભટ્ટે દરમિયાનગીરી કરી તાત્કાલિક કાર્યવાહીનું કહેતાં તા.29મીએ રાહુલનો મૃતદેહ આવી જશે. પરિવારે સાંસદનો આભાર માન્યો હતો.

માતા સાથે ફોન પર છેલ્લી વાતચીત: સોમવારે રાહુલે કહ્યું હતું કે ફરવાની બહુ મજા આવે છે
રાહુલના ભાઈ સચિન માખીજાએ જણાવ્યું હતું કે ગત સોમવારે જ રાહુલનો ફોન આવ્યો હતો અને મમ્મી સાથે વાત કરી હતી. નોકરી લાગ્યા બાદ ફરવા નહીં જવાય, તેથી મિત્રો સાથે ફરવા નીકળ્યો છે અને બહુ મજા આવે છે એમ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો