વડોદરાની MSc થયેલી યુવતીએ ટોમેટો કેચઅપ, સ્ક્વોશ, જામ અને અથાણાં બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, મહિને 25 હજારનું ટર્નઓવર

એમ.એસ.સી. એન્વાયરમેન્ટલ સાયન્સનો અભ્યાસ કર્યાં બાદ તેમાં કારકિર્દી બનાવવાને બદલે વડોદરાની પ્રાચી મહેતાએ સફળ બિઝનેશ વુમન બનવા માટે બાગાયત વિભાગના કોમ્યુનિટી કેનિંગ સેન્ટરમાં તાલીમ લઇને ફળ અને શાકભાજીમાંથી ટોમેટો કેચઅપ, સ્ક્વોશ, સિરપ, જામ અને અથાણાં બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. પ્રાચીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં મોટાપાયે કંપની બનાવીને બહેનોને રોજગારી પૂરી પાડવાનું મારું સ્વપ્ન છે.

મારી પ્રોડક્ટ વેચવા માટે શોશ્યલ મીડિયાનો પણ ઉપયોગ કરું છું

વડોદરા શહેરના કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે રહેતી પ્રાચી દિપકભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, મને નોકરી કરતા પોતાનો વ્યવસાય કરવામાં વધારે ઇચ્છા હતી. અભ્યાસ પૂરો કર્યાં બાદ 3 વર્ષ સુધી નોકરી પણ કરી હતી. પરંતુ મને નોકરીમાં સંતોષ થતો ન હતો. જેથી બાગાયત વિભાગના કોમ્યુનિટી કેનિંગ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. અને ફળ-શાકભાજીમાંથી બનાવવામાં આવતા ટોમેટો કેચપ, સ્ક્વોશ, સિરપ, જામ, જેલી અને અથાણા બનાવવાની 15 દિવસ તાલીમ લીધી હતી. જેની તાલીમ લીધા બાદ મે મારા ઘરમાં જ તાલીમ લીધેલી વસ્તુઓ સિઝન અને ડિમાન્ડ પ્રમાણે બનાવવાની શરૂઆત કરી છે. અને તે ચીજવસ્તુઓ ઓર્ડર પ્રમાણે બજારમાં વેચાણ કરું છું. મારી પ્રોડક્ટ વેચવા માટે શોશ્યલ મીડિયાનો પણ ઉપયોગ કરું છું. અને મારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાઉં છું. મને નોકરી કરતા ઓછું મળે છે. પરંતુ, મને મારી મહેનત પ્રમાણે જે મળે છે. તેમાં મને સંતોષ છે.

મારા પરિવારને આર્થિક મદદરૂપ થાઉ છું

પ્રાચીએ વધુમાં જણાવ્યું હતું કે, ફળ-શાકભાજીમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ વર્ષ-2017માં લીધી હતી. ત્યારબાદ મે મારી નોકરી દરમિયાન કરેલી બચત અને પરિવાર પાસેથી આર્થિક મદદ લઇને ટોમેટો કેચઅપ, સ્ક્વોશ, સિરપ અને જામ જેવી ચીજવસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી. અને તૈયાર કરેલી ચીજવસ્તુઓ શ્રી ગોકુલેશ ગૃહ ઉદ્યોગના નામથી વેચાણ કરી રહ્યું છે. માસિક રૂપિયા 25,000નો વ્યવવાય કરું છું. અને મારા પરિવારને આર્થિક મદદરૂપ થાઉ છું. ભવિષ્યમાં કંપની બનાવીને બહેનોને રોજગારી પૂરી પાડવાની મારી ઇચ્છા છે. જરૂર પડે હું સ્ટાર્ટઅપ બિઝનેશ માટે સરકારી લોન-સબસિડી યોજનાનો પણ લાભ લઇશ. જોકે, હાલ હું ઘરે જ વિવિધ ચીજવસ્તુઓ બનાવીને વેચાણ કરી રહી છું. ઘરે ચીજવસ્તુઓ બનાવવા માટે મને મારા મમ્મી શિલ્પાબહેન પણ મદદરૂપ થાય છે.

હું વડોદરાનું મોટું માર્કેટ સર કરીશ

પ્રાચી મહેતાએ જણાવ્યું હતું કે, મારી પ્રોડક્ટ લોકોને પસંદ પડી રહી છે. આવનારા દિવસોમાં હું વડોદરાનું મોટું માર્કેટ સર કરીશ. મારા પરિવારમાં કોઇ બિઝનેશમાં નથી. પિતા દિપકભાઇ શિક્ષક તરીકે નોકરી કરે છે. મમ્મી શિલ્પાબહેન હાઉસ વાઇફ છે. પરંતુ મને વિશ્વાસ છે કે, હું મારું સફળ બિઝનેશ વુમન બનવાનું સ્વપ્ન પૂરું કરીશ. વિવિધ ચીજવસ્તુઓ બનાવવામાં અને માર્કેટમાં વેચાણ માટે કોઇ જગ્યાએ અટકી જાઉં ત્યારે નાયબ નિયામક, બાગાયત કચેરીના કોમ્યુનિટી કેનીંગ સેન્ટરના કમલેશભાઇ પરમાર તરફથી મને માર્ગદર્શન મળી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો